મોરબીના નીંચી માંડલ ગામ નજીક બાઈક ખાબક્યુ કેનાલમાં: યુવકની શોધખોળ હાથ ધરાઇ
મોરબી: મોરબી તાલુકાના નીંચી માંડલ ગામ નજીક પસાર થતી કેનાલમાં ડબલ સવારી બાઈક ખાબક્યું હતું જેમાં બાઈકમાં સવાર એક વ્યક્તિ બહાર નીકળી ગયો હતો તો અન્ય એક વ્યક્તિ પાણીમાં ડુબી જતાં યુવકની શોધખોળ હાથ ધરાઇ છે.
મળતી માહિતી મુજબ મોરબીના નીંચી માંડલ ગામથી વાંકળા જવાના રસ્તા નજીક પસાર થતી કેનાલમાં ડબલ સવારી બાઈક ખાબક્યું હતું જેથી બાઈકમાં સાથે બંને વ્યક્તિઓ કેનાલમાં ડૂબ્યા હતા જેમાંથી એક વ્યક્તિ કેનાલની બહાર નીકળી શક્યો હતો જો કે અન્ય એક વ્યક્તિ કેનાલમાં ડૂબી જતા આસપાસના લોકો અને નીંચી માંડલ ગામના સરપંચ પદુભા સહિતના લોકો સ્થળ પર દોડી ગયા અને ડૂબી ગયેલા વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી હતી તેમજ ધટના અંગે મોરબી ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ સ્થળ પર દોડી જઇને શોધખોળ હાથ ધરી છે તો નીંચી માંડલ ગામના સરપંચે જણાવ્યું હતું કે બાઈકમાં સુનીલ અને અશ્વિન કારુભાઈ મોઢુંતારીયા રહે બંને રફાળીયા વાળા કેનાલમાં ડૂબ્યા હતા અને સુનીલને તરતા આવડતું હોવાથી તે બહાર નીકળી ગયો હતો પરંતુ અશ્વિન કેનાલમાં ડૂબી જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.