Saturday, January 11, 2025

મોરબી: અપહરણ થયેલ ઇસમને ગણતરીની કલાકોમાં છોડાવતી પોલીસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી માંથી અપહરણ કરી ઈસમને રાજકોટ નજીક વાડી વિસ્તારમાં રાખેલ હોય જ્યાં વાડીએ દોરડા વડે બાંધી રાખેલ હોય જેથી અલગ અલગ પોલીસની ટીમો બનાવી વાડીએથી અપહરણ કરેલ ઇસમને અપહરણ કર્તાઓની ચુગાલમાંથી છોડાવેલ હતો અને કુલ સાત ઇસમોને રાઉન્ડ અપ કરી હસ્તગત કરેલ છે.

ગઇકાલ તા.૦૬/૧૨/૨૦૨૩ ના રોજ ફરીયાદી વર્ષોબેન હરેશભાઇ હામાભાઇ કરમટા રહે.હાલ મોરબી રવાપર ગામ ઉમીયા સોસાયટી રમેશભાઇ બોરીચાના મકાનમાં ભાડેથી મુળ રાજકોટ વાળા જેઓ મૈત્રી કરાર કરી બે માસથી રમેશભાઇ ખોડાભાઇ નાગહ રહે. મોરબી રવાપર ગામ વાળા સાથે રહેતા હોય જેથી ફરીયાદીના પતિ હરેશભાઇ હામાભાઇ કરમટા તેમજ તેમના સસરા હામાભાઈ પાંચાભાઈ કરમટા તથા દિયર માત્રા હામાભાઇ કરમટા રહે, બધા રાજકોટ વાળાઓએ ફરીયાદીના ઘરે આવી મૈત્રી કરારમાં રહેતા તે ઇસમ રમેશભાઈ ખોડાભાઈ નાગહને ઇકો ગાડીમા જબરજસ્તીથી બેસાડી અપહરણ કરી લઇ ગયેલાની જાણ કરતા મોરબી જીલ્લામા નાકાબંધી કરી તેમજ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટાફ તથા એલ.સી.બી /એસ.ઓ.જી અધિકારી /સ્ટાફ નાઓએ તાત્કાલીક હયમુન સોર્સીસ તથા બનાવસ્થળ નજીક સી.સી.ટી.વી તેમજ ટેકનીકલ સેલ આધારે અપહરણ થયેલ ઇસમની શોધખોળ કરતા હોય તે દરમ્યાન ચોકકસ બાતમી મળેલ કે અપહરણ કરેલ ઇસમને રાજકોટ જીલ્લાના જસદણ તાલુકાના ભડલી ગામની સીમમા ભુપતભાઇ ધુધાભાઇ આલ રહે.ભડલી તા.જસદણ વાળાની વાડીએ દોરડા વડે બાંધી રાખેલ હોય જેથી અલગ અલગ પોલીસ ની ટીમો બનાવી વાડીએથી અપહરણ કરેલ ઇસમને અપહરણ કર્તાઓની ચુગાલમાંથી છોડાવેલ હતો અને હામાભાઇ પાંચાભાઇ કરમટા રહે. રાજકોટ આજીડેમ બાજુમા ગોકુલપાર્ક શેરીનં.ર, ભુપતભાઇ ઘુઘાભાઇ આલ રહે.ભડલી તા.જસદણ, લાલજીભાઇ વેરશીભાઇ ખાંભલા રહે.ભડલી તા.જસદણ, ભરતભાઇ જીવણભાઇ કરોતરા રહે.મોરબી સેન્ટમેરી સ્કુલ પાછળ જલારામમંદીર પાસે, શકિતસિંહ મહોબતસિંહ વાળા રહે. મોરબી કન્યાછાત્રાલય રોડ ચંદ્રેશનગર-૨, સંજયભાઇ રાયાભાઈ મીઠાપરા રહે.રાજકોટ આજીડેમ ચોકડઠી ભારતનગર, અશોકભાઇ ગોરધનભાઈ ધરજીયા રહે.રાજકોટ રાધેક્રિષ્ના સોસાયટી રામધનની બાજુમા રાજકોટવાળા કુલ સાત ઇસમોને રાઉન્ડ અપ કરી હસ્તગત કરેલ છે. તેમજ પકડવા પર બાકી આરોપી હરેશભાઇ હામાભાઇ કરમટા, માત્રાભાઇ હામાભાઈ કરમટા રહે. બંને રાજકોટ શીવધારા સોસાયટી હુડકો ચોકડીવાળાને ઝડપી પાડવા તથા તપાસમાં ખુલ્લે તેના વિરૂધ્ધ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર