વાંકાનેર નજીક નકલી ટોલનાક ઉભું કરનાર આરોપીઓ કેમ છે હજુ સુધી પોલીસ પકડથી દૂર !!!
શું રાજકીય આગેવાનો છે એટલે કે પાટીદાર સમાજની સંસ્થાના પ્રમુખનો પુત્ર છે એટલા માટે પોલીસ હજુ સુધી પકડી નથી શકી
વાંકાનેર: વાંકાનેર તાલુકાના વઘાસિયા નજીક નકલી ટોલનાકું ઝડપાયું હતું જેમાં હવે પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ પોલીસ પોતે ફરીયાદી બની ફરીયાદ દાખલ કરી છે તેને ત્રણ દિવસ થયા છે તેમ છતાં આજ સુધીમાં એક આરોપી ઝડપાયો નથી. તમામ આરોપીઓ પોલીસ પકડની બહાર છે.
-
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના વઘાસિયા નજીક નકલી ટોલનાકું ઝડપાયું હતું. આ કેસની તપાસ માટે એક ટીમની રચના કરવામાં આવી છે જે ગેરકાયદે ટોલનાકાથી કેન્દ્ર સરકારને કરોડોનું નુકસાન થયું છે એક ટીમની રચના જરૂર કરાઈ પરંતુ સવાલતો એ ઉભા થઇ રહ્યા છે કે કરોડોનો ચૂનો લગાવનાર અને જાહેરમાં આ પ્રકારે નકલી ટોલનાકા ચલાવનારા સુધી પહોંચવામાં પોલીસને કેમ સફળતા મળી રહી નથી. તમામ આરોપીઓ પર ક્યાંક સરકારનો હાથ ફરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સ્વાભાવિક રીતે પોલીસ કેટલી સારી રીતે કાર્યવાહી કરી શકશે તેને લઈને પણ ચર્ચાએ જોર પકડ્યું છે. ચર્ચા તો એ વાતની પણ છે કે કેટલાક નેતાઓ અને પાટીદાર સમાજના સંસ્થાના પુત્ર સુધી આ કાંડના તાર જોડાયેલા છે. જેથી પોલીસ આરોપીને પકડવામાં વિલંબ કરી રહી છે તેવું લાગી રહ્યું છે.