મોરબીમાં કેટલાક સિરામિક ઇન્ડસ્ટ્રીઝમા વપરાતા પેટકોક બંધ કરાવવા GPCBને કરાઈ રજૂઆત
શું અધિકારીઓના હપ્તા રાજના કારણે મોરબીમાં અમુક સિરામિક ફેક્ટ્રીઓમા પેટકોક વપરાય છે ?
મોરબી: મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝમા કેટલાક કારખાનામાં પેટકોક વપરાય છે જેને સરકાર તરફથી માન્યતા આપવામાં આવેલ નથી તેમ છતા અન અધિકૃત રીતે ગેરકાયદેસર રીતે અધિકારીઓને હપ્તા પહોંચાડી આ પેટકોકનો ઉપયોગ કારખાનામાં ઈંધણ તરીકે કરવામાં આવી રહ્યો છે. જેના વિરોધમાં મોરબીથી આજે બસોથી વધુ કારખાનાવાળાઓએ આ પેટકોકનો વપરાશ બંધ કરાવવા માટે જીમેઈલ મારફતે જીપીસીબી વિભાગને રજૂઆત કરી છે. ત્યારે જોવું રહ્યું કે હપ્તા ખાવ અધિકારીઓ શું આ પેટકોકનો વપરાશ બંધ કરાવશે કે નહી.
મોરબી સિરામિક એસોસિએશન તેમજ જીપીસીબી વિભાગને જીમેઈલ મારફતે રજુઆત કરી છે કે મળેલ માહિતી મુજબ સીરામીક ઇન્ડસ્ટ્રીઝમાં અમુક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા છેલ્લા ઘણા સમયથી અન અધિકૃત અને ગેર કાયદેશર રીતે પેટકોકનો ઉપયોગ ઇંધણ તરીકે થઇ રહ્યો છે. આ પેટકોકના વપરાશના લીધે સીરામીક પ્રોડક્ટ ના પડતર કિંમતમાં ખુબ મોટો ફરક આવે છે અને જેના લીધે કાયદાનું પાલન કરી ગેશ વપરાશ કરતા યુનિટોને માર્કેટમાં ખુબ મોટું નુકશાન જઈ રહ્યું છે જો આમજ ગેર કાયદેશર રીતે પેટકોકનો વપરાશ ચાલુ રહેશે તો નિયમોનું પાલન કરતી મોટા ભાગની ઇન્ડસ્ટ્રીઝ બંધ થશે અને દેશનું એક માત્ર મોરબી સીરામીક ક્લસ્ટર ખતમ થઇ જશે.
વધુમાં જણાવ્યું હતું કે આવી ગેર કાયદેશર થતી પ્રવૃત્તિથી કોલગેશની જેમ દંડ અને સજા આખા ટ્રેડને ભોગવવી પડે છે આથી સિરામિક એસોસિએશનના પ્રમુખ સહિત બસોથી વધુ કારખાનાવાળાઓ દ્વારા જીપીસીબી વિભાગને વિનંતી કરવામાં આવી છે કે સીરામીક ઇન્ડસ્ટ્રીઝમાં ચાલતા ગેર કાયદેશર પેટકોક વપરાશ બંધ થાય તેવા પગલાં ભરવામાં આવે.