Saturday, September 21, 2024

હળવદમાં રહેણાંક મકાનમાંથી નશીલા શીરપનો જથ્થો ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આર્યુવૈદિક નશીલી માનવ સ્વાસ્થ્યને હાનિકર્તા સીરપની બોટલ નંગ-૧૧૧ કિ.રૂ. ૧૬,૬૫૦/-નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.

મોરબી એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ કાર્યરત હતા તે દરમ્યાન સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે, હળવદ રાણેકપરરોડ, સિધ્ધી વિનાયક સોસાયટીમાં રહેતા પ્રવિણભાઇ કાનજીભાઇ ચૌહાણ ઉ.વ. ૪૩ રહે. હાલે સિધ્ધી વિનાયક સોસાયટી શેરી નં.૫, હળવદ, જી.મોરબી મુળ રહે. ગામ સડલા તા.મુળી જીલ્લો સુરેન્દ્રનગર વાળો તેના રહેણાંક મકાને ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર, બિલ વગર આર્યુવૈદીક નશીલી સિરપની બોટલો વેચાણ કરવાના ઇરાદે રાખેલ છે જે મળેલ બાતમીના આધારે રેઇડ કરતા આરોપીના રહેણાંક મકાનેથી STONE HEAL AYURVEDIC PROPRIETARY MEDICINE કંપનીની ૪૦૦ મી.લી.ની પ્લા.ની કંપની શીલબંધ બોટલો નંગ-૧૧૧ કિ.રૂા.૧૬,૬૫૦/-નો મુદામાલ મળી આવતા જે શંકાસ્પદ મિલ્કત તરીકે તરીકે સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી જાણવા જોગ રજીસ્ટર નોંધ કરાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર