મોરબીમાં પ્રૌઢનો ગળેફાંસો ખાઈ આપઘાત
મોરબી: મોરબીમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જતાં પ્રૌઢનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મનીષભાઇ લક્ષ્મણભાઇ વરાણીયા ઉ.વ.૫૫ રહે. મૌલીક પાર્ક સાઇનાથ એપાર્ટમેન્ટ મોરબી-૨ વાળો કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ જતા મનીષભાઈનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.