Wednesday, December 25, 2024

મોરબીમાં વધું એક વ્યાજખોર વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં વ્યાજખોરો બેફામ બન્યા છે ત્યારે વધુ એક વ્યાજખોરના ત્રાસથી કંટાળી આધેડે આરોપી વ્યાજખોર વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પર નરસંગ મંદીરની બાજુમાં બાપા સીતારામ ચોક નરસંગ વ્યુ એપાર્ટમેન્ટ ફ્લેટ નં -૫૦૧મા રહેતા હર્ષભાઈ વ્રજલાલ બુધ્ધદેવ ઉ.વ.૫૭વાળાએ આરોપી હિમાન્સુભાઈ નિલકંઠભાઈ દવે રહે. કૈલાસ એપાર્ટમેન્ટ શુભ હોટલ વાળી શેરી, જીઆઇડીસી સામે શનાળા રોડ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૨-૧૧-૨૦૨૨ થી આજદીન સુધી આરોપીએ નાણા ધિરધાર લાયસન્સ વગર ગે.કા. રીતે ફરીયાદીને અલગ અલગ તારીખે પોતાના બેંક એકાઉન્ટમાં રૂપીયાનાણા ધિરી ફરીયાદી પાસેથી તેની સહિવાળા તથા કોમલબેનતથા પેઢીના નામના કોરા તથા સહીવાળા અલગ-અલગ ચેકો લઇ ફરીયાદી તથા સાહેદના ખાતામાં નાણા ધિરી આજદિન સુધીમાં ફરીયાદીએ આરોપીને અલગ અલગ તારીખે મળી વ્યાજની રકમ રૂપીયા ૪૦ લાખ રોકડા આપેલ અને છેલ્લા ત્રણ-ચાર માસથી ફરીયાદી આર્થીક ભીંસમાં આવી જતા વ્યાજની રકમ ઉઘરાવવા માટે ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી ફરીયાદી તથા સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપી વ્યાજનુ વ્યાજ ચુકવવા માનસીક ત્રાસ આપી ફરીયાદીના ચેકો ઇરાદા પુર્વક તેના ખાતામાં નાખી હેરાન પરેશાન કરી બળજબરી કરી વ્યાજ સાથે મુદલ રકમ ચુકવવા પજવણી કરી ઉઘરાણી કરતા હતા. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર હર્ષદભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૮૪,૫૦૪,૫૦૬(૨) તથા ગુજરાત નાણાની ધીરધાર કરનાર બાબત અધિનિયમ -૨૦૧૧ કલમ -૪૦,૪૨ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર