મોરબીમાં પાનની દુકાનમાંથી કેફી પ્રવાહી શીરપનો જથ્થો ઝડપાયો
મોરબી: મોરબીના ભક્તિનગર સર્કલ એસાર પંપ સામે મુરલીધર પાનની દુકાનમાંથી નશીલા પદાર્થ શીરપનો જથ્થો ઝડપાયો મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીગમા હોય તે દરમ્યાન ખાનગીરાહે બાતમીના આધારે મોરબી ભકિતનગર સર્કલ એસ્સાર પંપ સામે મુરલીધર પાનની દુકાનમાથી કુલદીપભાઇ ગોવીંદભાઇ ડાંગર રહે.મોરબી કેનાલ પાસે યદુનંદન-૨ મુળ રહે.જશાપર તા.માળીયા(મી) તથા હિતેષભાઇ રાવલ રહે.મોરબી (મોકલનાર) ઇસમ પાસેથી આયુર્વેદીક શંકાસ્પદ કેફીપ્રવાહી શીરપ ની બોટલ નંગ-૧૨૦ કિ.રૂ.૧૮૦૦૦/- નો જથ્થો મળી આવતા જથ્થો કબ્જે કરવામા આવેલ છે. એફ.એલ.એલ રીપોર્ટ આવ્યે થી વધુ કાર્યવાહી કરવામાં આવશે.