Friday, November 22, 2024

મુંબઇ: ઓટો ડ્રાઈવરે પૌત્રીને ભણાવવા માટે ઘર વેચ્યું, મળ્યું 24 લાખનું ઈનામ.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મુંબઇમાં રહેતા 74 વર્ષના ઓટો ડ્રાઈવર દેશરાજ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. દેશરાજે કહ્યું કે તેણે તેની પૌત્રીને ભણાવવા પોતાનું ઘર વેચી દીધું હતું અને તે બે દાયકાથી પણ વધુ સમયથી પોતાની રિક્ષાને ઘર બનાવીને રહે છે. તેની વાર્તા સાંભળીને હજારો લોકો ભાવુક થઈ ગયા અને હવે તેમના માટે નાણાં એકત્ર કરવામાં આવ્યા છે અને દેશરાજને 24 લાખ રૂપિયા દાનમાં આપવામાં આવ્યા છે. સોશ્યલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય ‘હ્યુમ્સ ઓફ બોમ્બે’ નામનું એક પેજ પર, આ માણસની કહાની સૌથી પહેલાં બહાર આવી હતી, જેના પછી દેશરાજ ખૂબ વાયરલ થયા હતા. તેની કહાની સાંભળીને ઘણાં સોશ્યલ મીડિયા વપરાશકર્તાઓ લાગણીશીલ બની ગયા અને દેશરાજ માટે ભંડોળ એકત્ર કરવાની કોશિશ શરુ કરવામાં આવી. દેશરાજ માટે 20 લાખ રૂપિયા ભંડોળ એકત્ર કરવાનો લક્ષ્યાંક હતો, જોકે આ લક્ષ્યાંક ઓળંગી ગયો હતો અને તાજેતરમાં જ તેને 24 લાખ રૂપિયાનો ચેક મળ્યો છે જેથી તેઓ પોતાના માટે ઘર લઇ શકે. આ પેજના કેપ્શનમાં લખ્યું હતું કે દેશરાજજીને લોકોનો ઘણો સપોર્ટ મળ્યો છે. લોકોના પ્રયત્નોને લીધે, આજે તેમની પાસે એક નિશ્ચિત છત છે અને તેઓ આ મકાનમાં તેમની પૌત્રીને ભણાવી ગણાવીને શિક્ષક પણ બનાવી શકશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સોશ્યલ મીડિયા પર લોકોએ પણ આ પોસ્ટની પ્રશંસા કરી દેશરાજને શુભેચ્છાઓ મોકલી હતી. નોંધપાત્ર વાત એ છે કે, દેશરાજના બંને પુત્રો થોડા વર્ષોમાં જ મૃત્યુ પામ્યા હતા. જે બાદ, 7 લોકોના પરિવારમાં તેના પર જવાબદારી થોપાઈ હતી. પત્ની બીમાર પડ્યા પછી દેશરાજની આર્થિક સ્થિતિ પણ કથળી બની હતી. દેશરાજ મુંબઇમાં રીક્ષા ચલાવતા અને તે આખો દિવસ રિક્ષામાં જ સુઈ જતા. જો કે, આ બધી મુશ્કેલીઓ હોવા છતાં, તે તેની પૌત્રીને ભણાવવા માટે હમેશા તત્પર રહેતા હતા. અને આવા જ તેના દ્રઢ નિશ્ચયથી સોશ્યલ મીડિયામાં લોકોએ તેની ઉમદા પ્રશંસા કરી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર