મોરબી: ભરતનગરના પાટીયા પાસેથી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબી માળિયા હાઈવે રોડ ઉપર ભરતનગરના પાટીયા પાસે ભરતવન ફાર્મ પાસે રોડ પરથી દેશી બનાવટી પીસ્તોલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી માળિયા હાઈવે રોડ ઉપર ભરતનગરના પાટીયા પાસે ભરતવન ફાર્મ પાસે રોડ પરથી આરોપી હસનભાઈ ઓસમાણભાઈ બ્લોચ (ઉ.વ.૩૨) રહે. મોરબી મકરાણીવાસ વોરાની મસ્જીદ પાસે મોરબીવાળા પાસેથી ગેરકાયદેસર રીતે વગર લાયસન્સની દેશી બનાવટની મેગ્જીનવાળી પીસ્તોલ નંગ -૦૧ કિં રૂ. ૧૦,૦૦૦ વાળી સાથે મળી આવતા આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ -૨૫(૧-બી) એ તથા જી.પી.એકટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.