મોરબીના પીપળી રોડ ઉપર ‘શિવ કિરાણા’ સ્ટોરમાથી નશીલા શીરપનો જથ્થો ઝડપાયો
મોરબી: મોરબી તાલુકાના પીપળી રોડ પર ઓમ કોમ્પ્લેક્ષમાં આવેલ “શિવ કિરાણા સ્ટોર” માંથી ગેરકાયદેસર નશીલા આર્યુવેદિક શીરપનો જથ્થો મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓની સુચના અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ. તથા પોલીસ હેડ કોન્સ્ટેબલને મળેલ ખાનગી બાતમીના આધારે મોરબી તાલુકાના પીપળી રોડ પર ઓમ કોમ્પ્લેક્ષમાં આવેલ શિવ કિરાણા સ્ટોર” માંથી ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર નશીલી આર્યુવેદીક શીરપની ફૂલ બોટલ નંગ-૮૦ કિં.રૂ.૧૨,૦૦૦/- નો મુદામાલ આરોપી મહેશભાઇ દાનજીભાઇ ચૌહાણ ઉ.વ.૩૭ રહે-ભડીયાદ કાંટે, જવાહાર સોસાયટી, ભડીયાદ, તા.જી.મોરબી. વાળા પાસેથી કબ્જે કરી શંકાસ્પદ ચીજવસ્તુ તરીકે સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.