મોરબીના ઘુંટુ ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા
મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયા છે.
મોરબી એલ.સી.બી. પોલીસને બાતમી મળેલ કે, કેતન રતીલાલભાઇ સોરીયા રહે. ધુંટુ વાળા પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી ગેરકાયદેસર રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીના આધારે રેઇડ કરતા જુગાર રમતા ત્રણ ઈસમો કેતન રતીલાલભાઇ પટેલ રહે.ધુંટુ તા.જી. મોરબી, ભાવેશ ભગવાનભાઇ પટેલ રહે. ઉમાટાઉનશીપ મોરબી, દિનેશ ગંગારામભાઇ પટેલ રહે.ધુંટુ તા.જી.મોરબીવાળા પાસેથી રોકડા રૂ.૧૯,૮૦૦/-, મોબાઇલ ફોન નંગ-૦૫ કિ.રૂ.૩૫,૦૦૦/- તથા ગાડી કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૩,૫૪,૮૦૦/-ના મુદામાલ સાથે મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગારધારા કલમ-૪,૫ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.