માળિયાના મોટા દહીસરા ગામે ગળેફાંસો ખાઈ યુવકે જીંદગી ટુંકાવી
માળિયા (મી): માળિયા (મી) તાલુકાના મોટા દહીસરા ગામે ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ અશ્વીનભાઇ ગોવિંદભાઇ કાંઝીયા ઉ વ-૪૩. રહે-મોટાદહીસરા, તા. માળીયા મીંયાના, જી. મોરબી, વાળા ગત તા. ૨૯/૧૧/૨૦૨૩ ના રોજ સવારના કોઈ પણ સમયે પહેલા કોઈ કારણસર ગળેફાંસો ખાઇ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.