મોરબીના નવા સાદુળકા ગામની સીમમાંથી સિંચાઇ માટેની મોટર ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબી તાલુકાના નવા સાદુળકા ગામની સીમમાં મોરબી માળિયા હાઇવેથી પાવડીયારી કેનાલ તરફ જતા આર.સી.સી. કેનાલ વાડા રસ્તે નવા સાદુળકા ગામના સર્વે નંબર -૩૨૯/૧ ખેતરની બાજુમાં કેનાલમાંથી સિંચાઇ માટેની સાડ સાત હોર્ષ પાવરની મોટર કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર શીશુ મંદિર પાછળ કૈલાસ સોસાયટીમાં બ્લોક નં -૦૮મા રહેતા કાંતીલાલ ડાયાભાઇ માકાસણા (ઉ.વ.૬૩) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૪-૧૧-૨૦૨૩ ના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યાથી તા. ૨૫-૧૧-૨૦૨૩ ના સવારના દશેક વાગ્યાની વચ્ચેના સમય દરમ્યાન મોરબી તાલુકાના નવા સાદુળકા ગામની સીમમાં મોરબી માળિયા હાઇવેથી પાવડીયારી કેનાલ તરફ જતા આર.સી.સી. કેનાલ વાડા રસ્તે નવા સાદુળકા ગામના સર્વે નંબર -૩૨૯/૧ ખેતરની બાજુમાં કેનાલમાંથી ફરીયાદીની માલીકીની સીંચાઇ માટેની મોટર એકવાટેક્ષ ઓપનવેલ કંપનીની સાડા સાત હોર્ષ પાવરની છે જેની કિ.રૂ.૧૦,૦૦૦/-વાળી કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ બનનાર કાંતિલાલે આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.