ટંકારાના ઓટાળા ગામે દાઝી જતાં યુવતીનું મોત
ટંકારા: ટંકારા તાલુકાના ઓટાળા ગામે ગેસ ઘરમાં ફેલાય જતાં બાકસ લઈ બાકસ સળગાવવા એકદમથી આગ લાગતાં શરીરે દાઝી જતાં યુવતીનું ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા મિતલબેન કિશોરભાઈ પરમાર ઉ.વ.૧૯ વાળી સવારના સાડા આઠેક વાગ્યે પોતાના રહેણાક મકાને ગેસના ચુલા ઉપર ચા બનાવવા માટે ગેસનો ચુલો ચાલુ કરવાનુ બટન ચાલુ કરી બાકસ લેવા માટે બહાર ગયેલ અને બાકસ લઇ બાકસ સળગાવતા ગેસ ફેલાઇ ગયેલ હોય એકદમ થી આગ લાગતા યુવતી શરીરે ગંભીર રીતે દાઝી જતા ચાલુ સારવાર દરમ્યાંન યુવતીનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.