વાકાનેર કુવાડવા રોડ પર બાઈકે હડફેટે લેતા પગપાળા ચાલીને જતા મહિલાનું મોત
વાકાનેર: વાંકાનેર કુવાડવા રોડ ઉપર શીત કેન્દ્ર દુધની ડેરી અમરસર પાસે રોડ ઉપર પગપાળા ચાલીને જતા વૃદ્ધ મહિલાને બાઈકે હડફેટે લેતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે બાઈક ચાલક વિરુદ્ધ વાકાનેર સીટી પોલીસ મથકમાં બાઈક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ રાજકોટ કેવડી વાડી શેરી નં -૦૫ ગુંદાવાડી શાક માર્કેટ પાસે રહેતા મધુસૂદનભાઈ જાદવજીભાઈ સોજીત્રા (ઉ.વ.૬૭) એ આરોપી હોન્ડા સાઈન મોટરસાયકલ રજીસ્ટર નંબર – જી.જે.-૦૩-સી.એન.-૯૯૧૮ ના ચાલક વિરુદ્ધ વાકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૫-૧૧-૨૦૨૩ ના રોજ રાત્રીના સાડા સાતેક વાગ્યાના સુમારે ફરીયાદીના પત્ની મનીષાબેન મધુસુદનભાઇ જાદવજીભાઇ સોજીત્રા ઉવ ૬૩ રહે રાજકોટ કેવડી વાડી શેરી નં.૦૫ ગુદાવાડી શાક માર્કેટ પાસે રાજકોટ વાળી પગપાળા ચાલીને માટેલ ખોડીયાર માતાજીના દર્શન કરવા સારૂ ચાલીને જતા હતા ત્યારે પાછળથી આરોપીએ પોતાના હવાલાવાળુ હોન્ડા કંપનીનુ સાઇન મોટરસાયકલ રજીસ્ટર નં.જી.જે.-૦૩- સી.એન.-૯૯૧૮ ના ચાલકે પોતાનુ વાહન પુરઝડપે અને બેદરકારી રીતે ગફલત ભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી ફરીયાદીના પત્નીને રોડ ઉપર મોટરસાયકલ ભટકાડતા ફંગોળાઇ જતા અકસ્માત સર્જતા ફરીયાદીના પત્નીને શરીરે તથા માથાના ભાગે ગંભીર ઇજા તથા ડાબા હાથના પૌચામા ફેકચર જેવી ઇજા થવાના કારણે મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પતિ મધુસૂદનભાઈએ આરોપી બાઈક ચાલક વિરુદ્ધ વાકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ -૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.