મોરબી પગાર કાંડનો મામલો: એક આરોપીની ધરપકડ કરવામાં આવી
મોરબીની રવાપર ચોકડીએ મારામારી અને એટ્રોસિટી કેસમાં પાંચ આરોપીઓએ આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી જે આગોતરા જામીન અરજી સ્પેશ્યલ એટ્રોસિટી કોર્ટે રદ કરવામાં આવી હતી જે બાદ મોરબી પોલીસે વધુ તપાસ હાથ ધરી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
મોરબીની રવાપર ચોકડીએ પગારની માંગ કરનાર અનુ.જાતિના યુવાનને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો જે બનાવ મામલે પોલીસ મથકમાં પાંચ આરોપીના નામજોગ તેમજ સાત અજાણ્યા સહિતના ૧૨ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે જે ફરિયાદને પગલે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત અને ડી ડી રબારી એમ પાંચ આરોપીએ કોર્ટમાં આગોતરા જમીન અરજી રદ કરી હતી જે આગોતરા જામીન અરજી કોર્ટે રદ કરી હતી મોરબી સ્પેશ્યલ એટ્રોસિટી કોર્ટના સ્પેશ્યલ જજ વી એ બુદ્ધે આરોપીઓની આગોતરા જામીન અરજી રદ કરી હતી જે બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવતા ડી ડી રબારી નામના આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.