Friday, January 10, 2025

ટંકારામાં સરકારી જમીન પચાવી પાડનાર ત્રણ ઈસમો વિરૂદ્ધ લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો નોંધાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારામાં સરકારી જમીન પર કબ્જો કરી જમીન પચાવી પાડનાર ત્રણ ઈસમો વિરૂદ્ધ ટંકારા પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ગણેશપર ગામે રહેતા દિલીપભાઈ ચકુભાઈ પાલરીયા (ઉ.વ.૩૬) એ આરોપી રમજાન કરીમભાઈ માડકીયા, હાસમભાઈ આદમભાઈ ભુંગર, તથા આમદભાઈ નુરાભાઈ માડકીયા રહે. બધાં ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે સને ૨૦૨૧ ના વર્ષથી આજદીન સુધી આરોપીઓ રમજાન કરીમભાઈએ ટંકારા ગામના નગરનાકા પાસેની જુની જકાતનાકાની કચેરી જે ૩૦ વર્ષથી બંધ હોય તેમા પંચરની કેબીનનો ભંગારનો માલસામાન રાખેલ તે તથા મકાનના બહારના ભાગે ઉત્તર દિશાએ પતરાની કેબીન તથા શેડ બનાવી જેનુ ક્ષેત્રફળ આશરે ૧૫૦ ચો.ફુ જેવુ થાય તે તથા આરોપી હાસમભાઈ એ જકાતનાકાના મકાનની આશરે ૭૦ ફુટ પશ્વિમે આશરે ૧૨૦ ચો.ફુટ જગ્યામા ઇંટ આર.સી.સી ના પાકા ચણતરથી દુકાન બનાવી તથા આ કામના આરોપી આમદભાઈ એ ટંકારા પોલીસ સ્ટેશન સામે કલ્યાણપર ગામ તરફ જવાના રસ્તાની દક્ષિણે આશરે ૪૦૦ ચો.મી જેટલી ટંકારા ગામના સનદ નંબર ૭૩૫ ની જગ્યામા લોખંડનો ભંગાર જુની ભંગાર થયેલ છકડો રીક્ષા સીમેંટીયા પતરા લોખંડના પતરા તથા જુનો તોડી પાડેલ કાટમાળ રાખી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કબ્જો કરી જમીન પચાવી પાડી છે જેથી દિલીપભાઈએ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) વિધેયક ૨૦૨૦ ની કલમ ૩, ૪(૩), ૫(ગ) તથા આઇ.પી.સી. કલમ-૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર