Saturday, September 21, 2024

વાંકાનેર: છેલ્લા પાંચ વર્ષ જુનો વાહન ચોરીનો અન-ડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરતી મોરબી એસ.ઓ.જી. ટીમ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર: વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનનો છેલ્લા પાંચ વર્ષ જુનો વાહન ચોરીનો અન-ડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરતી મોરબી એસ.ઓ.જી. ટીમ .

મોરબી એસ.ઓ.જી. ટીમ ચાર્ટર મુજબની કામગીરી કરવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન એસ.ઓ.જી.ટીમને બાતમી મળેલ કે ન્યુ ફ્લોરા બંગ્લોઝ ડી-માર્ટ સામે મોરબી-૨ સામે રોડ પરથી એક ઇસમ ચોરીથી મેળવેલ શંકાસ્પદ મોટર સાયકલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર નંબર પ્લેટ વગરનુ લઇ નિકળેલ જેના એન્જીન/ચેસીસ નંબર મોબાઇલ પોકેટ કોપમા સર્ચ કરતા મોટરસાયકલ રજીસ્ટર નં. GJ-36-N-3423 હોય અને તેના માલીકનું નામ, સરનામુ મળતા તેનો સંપર્ક કરતા સદર મો.સા. આજથી આશરે પાંચેક વર્ષ પહેલા વાંકાનેર દોશી કોલેજ રોડ પરથી ચોરીમાં ગયેલ મુદ્દામાલનુ મો.સા. હોય અને આ મો.સા. બાબતે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ફર્સ્ટ આઇ.પી.સી. કલમ-૩૭૯ વિ. મુજબનો ગુન્હો તા.૨૩/૧૨/૨૦૧૯ કલાક ૨૧/૦૦ વાગ્યે દાખલ થયેલ હોય જેથી આરોપી પંકજભાઈ રમેશભાઇ સિંચણાદા ઉ.વ.૨૧ રહે. સો-ઓરડી મેલડી માતાના મંદીર સામે તા.જી.મોરબીવાળાને ચોરીમાં ગયેલ મુદ્દામાલના મોટર સાયકલ ચાલુ હાલતના સાથે ચાલક આરોપીને તા. ૨૨/૧૧/૨૦૨૩ ના રોજ ન્યુ ફ્લોરા બંગ્લોઝ ડી-માર્ટ સામે મોરબી-૨ સામે રોડ પરથી ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી કરી મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર