ગુજરાતમાં તાકાતવર સંગઠન નાં નિર્માણ માટે 15 ડિસેમ્બર થી શરૂ થશે સદસ્યતા અભિયાન
દરેક જિલ્લામાં પત્રકાર સ્નેહ મિલન નું આયોજન : ગાંધીનગર ખાતે મળેલ ABPSS ની કોર કમિટી બેઠકમાં લેવાયા અનેક નિર્ણયો
ગાંધીનગર : ગાંધીનગરના અખબાર ભવન ખાતે આજરોજ મળેલ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (રજી.) ની પ્રદેશ કોર કમિટીની બેઠક મળી હતી જેમાં ગુજરાતમાં પત્રકાર સુરક્ષા કાનૂન ની લડત તેજ બનાવવા માટેની રૂપરેખા ઘડી કાઢવામાં આવી હતી. આ પ્રદેશ કોર કમિટી ની બેઠકમાં ઉપસ્થિત રહેલા સંગઠન નાં રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયાએ જણાવ્યું હતુ કે દેશનાં 20 થી વધુ રાજ્યોમાં પત્રકારો નાં હિત માટે સતત સંઘર્ષરત સંગઠન નાં ગુજરાત વ્યાપી વિસ્તરણ માટે તમામ ગુજરાતના જિલ્લાઓમાં આગામી 15 ડિસેમ્બર થી સ્નેહ મિલન કાર્યક્રમો નું આયોજન કરવામાં આવશે જેની શરૂઆત જામનગર જિલ્લા થી કરવામાં આવશે. સંગઠન સાથે જોડાયેલા પત્રકારો નાં સર્વાંગી વિકાસ માટે અનેક યોજનાઓ સંગઠન દ્વારા તૈયાર કરવામાં આવી છે. ગુજરાતમાં પત્રકારો પર અસામાજિક તત્વો ની કનડગત વધી રહી છે ત્યારે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ તેના એકમાત્ર સહારા તરીકે કાર્યરત છે. સરકાર દ્વારા નાના અને મધ્યમ અખબારો નો એકડો કાઢી નાખવાની નીતિનો તેમણે વિરોધ કર્યો હતો. ડિજિટલ પ્લેટફોર્મ પર એક્ટિવ વ્યક્તિઓ માટે પણ યોગ્ય પોલીસી બનાવવા તેઓ સરકાર સમક્ષ માંગ રાખશે. સંગઠન નું પ્રદેશ માળખું હાલ તુરંત વિખરી નાખવાનો નિર્ણય સર્વ સંમતિ થી લેવામાં આવ્યો હતો અને 33 જિલ્લાની યાત્રા બાદ સક્રિય પત્રકારો નો સમાવેશ કરી તેનું પુનર્ગઠન કરવામાં આવશે. આજની બેઠકમાં નેશનલ કાઉન્સિલ મેમ્બર બાબુલાલ ચૌધરી, મીનહાજ મલિક, દિનેશભાઈ ગઢવી, સુજલ મિશ્રા,ધવલ માકડિયા, સમ્રાટ બૌદ્ધ,મુસ્તાક દિવાન,બહાદુરસિંહ પરમાર, જનકસિહ નેહરા, નુરુદ્દીન કપાસી, પંકજ પટેલ,ઈમ્તિયાઝ ગજન, અશોક ખાંટ,ધર્મેન્દ્રસિંહ જાડેજા, વિજયવીર યાદવ, દિનેશભાઇ શર્મા, દશરથભાઇ કાટીયા, જયંતિભાઇ ઠાકોર સહિતનાં પત્રકારો ઉપસ્થિત રહ્યાં હતા.
e-KYC રેશનકાર્ડ નંબર, મોબાઈલ નંબર તેમજ આધાર નંબરથી થઈ શકે છે, કોઈપણ ખાનગી માહિતી અન્ય વ્યક્તિને નહીં આપવા જિલ્લા પુરવઠા અધિકારીની અપીલ
રેશનકાર્ડ ધારકો હવે સરળતાથી ઘરેબેઠાં 'MY RATION' મોબાઈલ એપ્લિકેશન થકી e-KYC કરી શકે છે. આ ઉપરાંત તાલુકા કક્ષાએ મામલતદાર-ઝોનલ કચેરીમાં, ગ્રામીણ સ્તરે ઈ-ગ્રામ કેન્દ્રમાં V.C.E દ્વારા તથા વાજબી...
જલારામ મંદિર ખાતે શુધ્ધ ઘી ના અડદીયા, બદામપાક, ગુંદરપાક, મમરા ના લાડું તથા વિવિધ પ્રકારની ચીકીનુ રાહતદરે વિતરણ અવિરત ચાલુ.
પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સર્વજ્ઞાતિય રાહતદરે ટેસ્ટફુલ ચટેકાદેર શુધ્ધ તેલ માંથી બનેલ ઉંધિયા વિતરણનુ આયોજન કરવામા આવેલ છે.
જેમાં મોરબી જલારામ મંદિરના અડદીયા, બદામપાક, ગુંદરપાક...