માળીયાના નાના દહિસરા નજીક બાઈક અને અન્ય વાહન સાથે સર્જાયો અકસ્માત; ત્રણના મોત
અજાણ્યા વાહને બાઈકને હડફેટે લેતા પરિવારનો માળો વિખાયો
માળિયા (મી): મોરબીના પીપળીયા થી વવાણીયા તરફ જતા હતા ત્યારે માળિયા(મી) તાલુકાના નાના દહિસરા ગામ નજીક ગત રાત્રીના સમયે બાઈક અને અન્ય અજાણ્યા વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો તે તમામ લોકોને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં જેમાં બાઈક પર સવાર પિતા અને બાળકો સહિત ત્રણ વ્યકિતનાં મોત નીપજયાં હતાં જયારે માતા અને પુત્રીને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરાયા છે.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના વવાણીયા ગામે રહેતો પરીવાર પીપળીયા થી પોતાન ઘર વવાણીયા તરફ જતા હતા ત્યારે માળીયા (મી) તાલુકાના નાના દહિસરા ગામ નજીક બાઈકનો અન્ય વાહન સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક પર પતિ પત્ની અને બાળકો સહિત પાંચ વ્યકિત સવાર હતા જેમ કે કલ્પેશભાઈ ખુશ્વા (ઉ.વ૨૮) , શુભમ કલ્પેશભાઈ ખુશ્વા (ઉ.વ.૦૨) , પરી કલ્પેશભાઈ ખુશ્વા (ઉ.વ.૦૫) નું મોંત નિપજ્યું હતું જ્યારે ખુશી કલ્પેશભાઈ ખુશ્વા (ઉ.વ.૦૩) તથા લક્ષ્મીબેન કલ્પેશભાઈ ખુશ્વા (ઉ.વ.૨૮ અંદાજીત) ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા. આ પરીવાર મૂળ મધ્યપ્રદેશ નો હોય અને હાલ મોરબીના વવાણીયા ગામે રહેતો હોય તેવી માહિતી મળી રહી છે તો આ બનાવ અંગે માળિયા (મી) પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.