ટંકારાના સજનપર ગામના મહિલા સરપંચે આપ્યું રાજીનામું
સરપંચ અને સભ્યો વચ્ચે વધતા જતા ગજગ્રાહના કારણે સજનપરના મહિલા સરપંચે રાજીનામું આપ્યા નું સુત્રો પાસેથી માહિતી મળી રહી છે
ટંકારા: ટંકારા તાલુકાના સજનપર ગામના મહિલા સરપંચે અંગત કારણોસર સરપંચ પદ પરથી રાજીનામુ આપી દેતા ઉપ સરપંચને ચાર્જ સોંપવામાં આવ્યો.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સજનપર ગામના મહિલા સરપંચ રીનાબેન પ્રેમજીભાઈ જાદવે અંગત કારણોસર અચાનક જ રાજીનામું આપી દેતા ટીડીઓ દ્વારા રાજીનામુ મંજુર કરવાનો હુકમ કરી સરપંચ સજનપરનો ચાર્જ ઉપસરપંચ વિનોદભાઈ બચુભાઈ સીણોજીયાને સોપવાનો આદેશ કરવામાં આવ્યો છે શિક્ષિત મહિલા સરપંચના રાજીનામાંને પગલે અનેક ચર્ચાએ જોર પકડ્યું છે. હાલ તો મહિલા સરપંચે અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળેલ છે. પરંતુ ક્યાંક સરપંચ અને સભ્યો વચ્ચે વધતા જતા ગજ ગ્રાહના કારણે પણ રાજીનામું ધરી દીધું હોવાનું જાણવા મળી રહ્યું છે.