હળવદના ખોડ ગામેથી વિદેશી દારૂ/બીયરના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
હળવદ: હળવદ તાલુકાના ખોડ ગામે ખોડ રણની કાઠીના રણના રસ્તેથી વિદેશી દારૂ/બીયરના જથ્થા સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ખોડ ગામે ખોડ રણની કાઠીના રણના રસ્તેથી આરોપી પ્રહલાદભાઈ બચુભાઈ સુરેલા (ઉ.વ.૩૫) રહે. અંજાર તા. ધાંગધ્રા જી. સુરેન્દ્રનગરવાળાએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૮ તથા બીયર ટીન નંગ -૬૦ કુલ કિં રૂ.૧૧૪૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૧ કિં રૂ. ૫૦૦૦ ગણી કુલ કિં રૂ.૧૬૪૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.