હળવદમાં દારૂની મહેફિલ માણતા ચાર ઈસમો ઝડપાયા
હળવદ: હળવદમાં ધરતીનગર સોસાયટીમાં શક્તિસિંહ ઝાલાના મકાનમાં ઈંગ્લીશ દારૂની મહેફિલ માણતા ચાર ઈસમો હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ સત્યપાલસિંહ અશોકસિંહ ઝાલા ઉ.વ.૨૬ રહે.ગામ-દિઘડીયા તા.હળવદ, યશભાઈ અનીલભાઈ રાવલ ઉ.વ.૨૫ રહે. વસંત પાર્ક હળવદ તા.હળવદ, ચિતનકુમાર જીતેન્દ્રકુમાર રાવલ ઉ.વ.૨૩ રહે. વાણીયાવાડ હળવદ તા.હળવદ, રૂત્વીકકુમાર શંકરભાઈ ધારીયા પરમાર ઉ.વ.૨૪ રહે. ગૌરી દરવાજા પાસે હળવદ તા.હળવદવાળા ચારેય ઈસમો ભેગા મળી ધરતીનગર સોસાયટીમાં શક્તીસિંહ ઝાલાના મકાનમા વગર પાસ ૫૨મીટે માનવ સ્વાસ્થને હાનીકારક એવા ઈગ્લીશ દારૂની મહેફીલ માણી નશો કરેલી હાલતમાં બકવાસ કરતા મળી આવી આ તમામના સંયુક્ત કબ્જામાંથી એક પ્લાસ્ટીકની બોટલ આશરે ૫૦૦ એમ.એલ જેટલો ઈગ્લીશ દારૂ જેવુ કેફી પ્રવાહી ભરેલ હોય જેની કિ.રૂ.૩૦૦/- તથા નાસ્તાનું એક પેકેટ તુટેલી હાલતનું કિ.રૂા.૦૦/૦૦ તથા પ્લાસ્ટીક ના ગ્લાસ નંગ-૪, કિ.રૂા.૦૦/૦૦ ગણી કુલ રૂા.૩૦૦/–ના મુદ્દામાલ સાથે સ્થળ ઉપર હાજર મળી આવતા ચારેય ઈસમોને હળવદ પોલીસે પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.