Wednesday, December 25, 2024

મોરબીના આમરણ નજીક જોડીયા રોડ પર ટ્રક સાથે રીક્ષા અથડાતાં પાંચ વ્યક્તિ ઈજાગ્રસ્ત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના આમરણથી આગળ જોડીયા રોડ ઉપર આવેલ મેલડી માતાજીના મંદિરથી આગળ નદીના પુલ ઉતરતા રોડ ઉપર ટ્રક સાથે સીએનજી રીક્ષા અથડાતાં રીક્ષામાં સવાર પાંચ વ્યક્તિઓને નાની મોટી ઈજા પહોંચી હતી. જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ રાજકોટ ભોમેશ્વર સોસાયટી પાસે જાગૃતિ સોસાયટી શેરી નં-૦૬ માં રહેતા સબીરભાઈ અલીભાઈ કુરેશી (ઉ.વ.૫૬) એ આરોપી ટ્રક નંબર -GJ-37-T-8963 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૯-૧૧-૨૦૨૩ ના બપોરના દોઢેક વાગ્યાના અરસામાં આરોપીએ પોતાના હવાલા વાળી ટ્રક નંબર GJ-37-T-8963 વાળી પુર ઝડપે અને ગફલતભરી રીતે માણસની જીંદગી જોખમાય તે રીતે ચલાવી સામથી આવી ફરીયાદીની સી.એન.જી રીક્ષા નંબર GJ-03-BX-0703 વાળી સાથે ટ્રક ભટકાડી અકસ્માત કરતા ફરીયાદ તથા ફરીયાદીના બે બહેનો તથા બનેવી તથા ભાણેજ તથા ભાઇને નાની મોટી ઇજા તથા ફરીયાદીના બહેન સરીફાબેનને જમણા પગમા આંગળી કપાઇ ગયેલ તેવી ઇજાઓ પહોંચાડી હતી જેથી આ બનાવ અંગે ભોગ બનનાર સબીરભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૯,૩૩૭,૩૩૮, તથા એમ.વી. એક્ટ કલમ -૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર