Sunday, September 22, 2024

વાંકાનેરમાં સાત વ્યાજખોરો વિરુદ્ધ નોંધાઈ ફરીયાદ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર: વાંકાનેરમાં એક યુવકે અલગ અલગ સાત શખ્સો પાસેથી જુદા જુદા સમયે વ્યાજે રૂપિયા લીધા હોય અને વ્યાજ સહિત પરત કરી દીધેલ હોય તેમ છતા વ્યાજખોરોએ વધુ રૂપિયા પડાવવા પેનલ્ટી ચડાવી યુવકને વધુ વ્યાજની રકમ માટે દબાણ કરી ગાળો આપી ફોનમાં પણ જેમ ફાવે તેમ ગાળો આપી વ્યાજ નહીં આપે તો યુવકને મૃત્યુ નીપજાવવાના ભયમાં મુકી તેમજ જંગમ તથા સ્થાવર મિલકત બળજબરીથી કઢાવી લેવા સોદાખત કરાવી વધું વ્યાજ સાથે મુદલ રકમ ચુકવવા પજવણી કરી ઉઘરાણી કરતા હોવાથી ભોગ બનનાર યુવકે આરોપી વ્યાજખોરો વિરુદ્ધ વાકાનેર સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મૂળ વાકાનેર તાલુકાના લુણસર ગામના વતની અને હાલ વાકાનેર નવા બસ સ્ટેન્ડ સામે આરોગ્ય નગર રાજકોટ રોડ પર રહેતા ગેલાભાઈ ઉર્ફે વિનુભાઈ શીવાભાઈ સાપરા (ઉ.વ.૪૫) એ આરોપી જીતુભા નટવરસિહ ઝાલા રહે.જેતપરડા તા.વાંકાનેર, કૃષ્ણસિહ મંગળસિંહ ઝાલા ઉર્ફે કાદુ રહે.વધાસીયા તા.વાંકાનેર, હરેશ લખમણદાસ કટારીયા ઉર્ફે હરૂ રહે. વાંકાનેર, ગગજી હમીરભાઇ જોગરાણા રહે.વીજડીયા તા.વાંકાનેર, વિશાલસિંહ રામદેવસિંહ ઝાલા રહે. જેતપરડા તા. વાંકાનેર, નરેન્દ્રસિંહ રહે.વાંકાનેર ભાટીયા સોસાયટી, વિનુભા ઉર્ફે વિરેન્દ્રસિંહ નટુભા ઝાલા રહે. વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૦૯-૧૧-૨૦૨૩ ના દિવસે તથા તે અગાઉ સાડા ત્રણ વર્ષથી આજદીન સુધી સાત આરોપીઓએ નાણા ધિરધાર લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ફરીયાદીને દરેક આરોપીઓએ રોકડ રૂપિયા નાણા ધીરી જેમાં આરોપી જીતુભાએ ફરીયાદીને કુલ રૂપિયા ૧૭,૦૦,૦૦૦/-(સતર લાખ) આપેલ જેની સામે ફરીયાદીએ રૂ.૪૧,૭૦,૦૦૦/- આપી દીધેલ તથા કૃષ્ણસિંહના પાસેથી ફરીયાદીએ રૂ. ૧૭ લાખ લીધેલ જેની સામે ફરીયાદીને કુલ રૂપિયા ૫૫,૯૬,૦૦૦/- આપી દીધેલ તથા આરોપી હરેશએ ફરીયાદીનેને રૂ.૨૦ લાખ આપેલ તેની સામે ૬ ચેક તથા સોનાનો ચેન-૧ ચાર તોલાનો કિ.રૂ. ૨ લાખનો તથા ધંધાના નફાની ૯ વિધા જમીન તથા વ્યાજના રૂપિયા ૧,૨૮,૦૦,૦૦૦/- આપેલ તથા આરોપી ગગજીએ ફરીયાદીને કુલ રૂ. ૧૨ લાખ આપેલ જેની સામે ફરીયાદીએ રૂ. ૧૯ લાખ ચુકવી આપેલ તથા આરોપી વિશાલસિંહએ ફરીયાદીને રૂ.૧૬,૫૦,૦૦૦/- આપેલ જેની સામે ફરીયાદીએ રૂ.૨૭,૬૪,૫૦૦/- જેટલી રકમ ચુકવી આપેલ તેમજ આરોપી નરેન્દ્રસિંહનાએ ફરીયાદીને રૂપિયા ૪ લાખ આપેલ જેની સામે ફરીયાદીએ રૂ.૫,૫૮,૦૦૦/- ચુકવી આપેલ તથા આરોપી વિરેન્દ્રસિંહનાએ ફરીને રૂ.૧૭,૫૦,૦૦૦/- આપેલ જેની સામે ફરીએ જમીન સહિત કુલ રૂ.૨૯,૬૯,૦૦૦/- ચુકવી આપેલ હોય તેમ છતા આ તમામ આરોપીઓ અલગ અલગ રીતે ફરીયાદી પાસેથી તેની સહિવાળા કોરા ચેકો તેમજ રકમવાળા ચેકો બળજબરીથી કઢાવી લઇ તથા ફરીયાદીની માલીકીની કારનુ સોદાખત કરાવી લઇ તેમજ ફરીયાદીની માલીકીની જમીનનુ સોદાખત કરાવી કરાવી લઇ આજદિન સુધીમાં દરેક આરોપીઓએ ઉપરોક્ત અલગ અલગ રૂપીયાઓ ઉંચા વ્યાજે ફરીયાદીને આપી ૧૦ ટકા સુધીના ઉંચા વ્યાજની રકમ વસુલી લઇ ફરીયાદીએ તે વ્યાજની રકમ ચુકવેલ હોવા છતા તેની પેનલ્ટી ચડાવી ફરીયાદીને વધુ વ્યાજની રકમ માટે દબાણ કરી ગાળો આપી ફોનમાં પણ જેમ ફાવે તેમ ભુંડી ગાળો આપી વ્યાજ નહિ આપેતો ફરીયાદીને મૃત્યુ નિપજાવવાના ભયમાં મુકી તેમજ તેની જંગમ તથા સ્થાવર મિલ્કત બળજબરીથી કઢાવી લેવા સોદાખત કરાવી વધુ વ્યાજ સાથે મુદલ રકમ ચુકવવા પજવણી કરી ઉઘરાણી કરતા હોવાથી ભોગ બનનાર ગેલાભાઈએ આરોપી વ્યાજખોરો વિરુદ્ધ વાકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી. કલમ-૩૮૬,૩૮૭ તથા ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમ -૨૦૧૧ કલમ-૪૦,૪૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર