Monday, September 23, 2024

દિવાળી નું મહત્વ: દિપાવલી નો અર્થ અને દિપાવલી સાથે જોડાયેલી કેટલીક વાતો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

દિવાળી નો પાવન પર્વ એ ભારત માં ખુબ જ ધૂમધામ થી અને ભારત નો ખુબ જ મોટો તહેવાર માનવા માં આવે છે. દિવાળી નો પર્વ એ માત્ર ભારત માં જ નહિ પરંતુ દેશ વિદેશ માં પણ દિવાળી નો તહેવાર પ્રચલિત છે અને વિવિધ દેશો માં દિવાળી ને અલગ અલગ નામ થી ઓળખવા માં આવે છે તથા ઘણા ધર્મો ને પણ દિવાળી સાથે સંબંધ જોડાયેલો છે

દિવાળી ના સમયે ઘર ને શણગારવા માં આવે છે ઉપરાંત ઘર માં રંગોળી બનાવવા માં આવતી હોય છે. વિવિધ રંગો થી ભરપુર રંગોળી બનાવી ને તે ઘર નું આકર્ષણ બનતું હોય છે.

હિંદુ ધર્મના તમામ તહેવારોમાં દિવાળીનો તહેવાર સૌથી મોટો ગણાય છે. હિન્દુ ઘર્મનો દરેક વ્યકિત દિવાળી વિશે જાણતો જ હોય છે. પાંચ દિવસ સુધી ચાલતો આ તહેવાર છે. આસો માસનો અંત અને કારતક માસની શરૂઆત એ આ તહેવારો છે.

દિવાળીનો તહેવાર આસો વદ એકાદશી એટલે કે રમા એકાદશી થી લઈને કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમ સુધીનો ગણાય છે, તો કેટલાંક વિસ્તારોમાં ધનતેરસથી બેસતું વર્ષ આવે ત્યાં સુધી દિવાળી ગણાય છે. આખા દેશમાં આ તહેવાર સાર્વજનિક તહેવાર તરીકે ધામધૂમથી ઉજવાય છે.દરેક ધર્મ અને દેશ સાથે પોતાની દિવાળી સાથે ઉજવણી ની જુદી જુદી ઘટનાઓ જોડાયેલી છે

“દિપાવલી” શબ્દનો અર્થ વિશે ની જાણકારી તો લગભગ દરેક વ્યક્તિ ને હશે જ દિપાવલી નો મુખ્ય આધાર “દિપ” પર રહેલો છે. દિપાવલીમાં દિપ પ્રાગટ્ય લગભગ દરેક ઘર માં દિપ પ્રાગટ્ય કરવા માં આવે છે જેના વિશે ભારત માં કંઈ કહેવા જેવુ રહે નહિ! પુનમને દિવસે ચંદ્ર ઉગવા નું ભૂલી જાય તો દિવાળીના દિવસે દિવા ન પ્રગટે તેમ કહેવાય છે. દિવાળી નો અર્થ અહીં દર્શાવવામાં આવ્યો છે. “દિપ” એટલે “દિપક” અને “આવલી” એટલે “હારમાળા”. આમ દિપ + આવલી = દિપાવલી. અર્થાત્ “દિવાઓની હારમાળા”.

દિવાળી નો તહેવાર એ ભારત માં પણ દરેક ધર્મ ની દિવાળી સાથે જોડાયેલી વાર્તા અને તેમની કથા ના આધારે તેઓ દિવાળી ની ઉજવણી કરતા હોય છે. જેમાં શીખ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ એ પોતાની પ્રથા અને તેની સાથે જોડાયેલી કથા ના આધારે ઉજવણી કરતા હોય છે.

જૈન ધર્મમાં દિવાળી:ઈ. સ. પૂર્વે 527 માં દિવાળીના દિવસે જ ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા હતા. તેનાં પ્રતિક રૂપે તેઓ દિવાળી દેરાસરમાં જઈને મનાવે છે.

શીખ ધર્મમાં દિવાળી:શીખ ધર્મ ના છઠ્ઠા શીખ ગુરુ હર ગોવિંદજી (ઈ. સ. 1595 થી ઈ. સ. 1644 માં થઈ ગયા) ને બાદશાહ જહાંગીરે અન્ય 56 હિંદુ રાજાઓની સાથે ગ્વાલિયરના કિલ્લામાં બંદી બનાવ્યા હતા. તેમને જ્યારે મુક્ત કરવામાં આવ્યા ત્યારે દિવાળી જ હતી. કેદમાંથી મુક્ત થયા અને તેઓ પંજાબ પાછા ફર્યા ત્યારથી તેમની યાદમાં શીખ ધર્મમાં અમૃતસર શહેરને ઝગમગાવવામાં આવે છે અને દિવાળીનો તહેવાર મનાવવામાં આવે છે.

બૌદ્ધ ધર્મમાં દિવાળી:હિંદુઓની બહુમતી ધરાવતા દેશ નેપાળમાં બૌદ્ધ ધર્મ પાળવામાં આવે છે. ત્યાંના બૌદ્ધધર્મીઓમાંથી નેવાર બૌદ્ધધર્મીઓ દિવાળીનો તહેવાર ઉજવે છે. ભારત અને નેપાળમાં હવે દિવાળીને રાષ્ટ્રીય તહેવાર ગણવામાં આવે છે. ધર્મ-સંપ્રદાયના ભેદભાવ વગર નેપાળ અને ભારતના મોટાભાગના લોકો આ તહેવારને ઉજવે છે

દિપાવલી એટલે અંધારી રાતને પ્રકાશમય બનાવવાનો દિવસ!આજે ફટાકટાની લોકપ્રિયતા પણ વધી જાય છે. દિપ પ્રગટાવી બાહ્ય જગતની સાથે આંતર મન અને એ બધાની પર છે એવા અજર-અમર તત્વ આત્માને ઉજાગર કરી એની જાગૃતિનો પણ પ્રયાસ કરાય છે.અંધકારમાંથી પ્રકાશ તરફ જનાર અને દોરી જનાર પર્વ એટલે દિવાળી! દિવાળી ના આ પાવન પર્વ ની સૌ કોઈ ને ખુબ ખૂબ શુભેચ્છાઓ.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર