Sunday, January 12, 2025

હળવદમાં બાઇક નહીં આપતા મહિલા પર બે શખ્સોનો હુમલો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદમાં એક શખ્સે મહિલા પાસે બાઈક માંગતા મહિલાએ બાઈક આપવાની નહી આપતા બંને શખ્સોને સારૂં નહીં લાગતાં મહિલાને ગાળો આપી લાકડાના ધોકા વડે મારમારી ઘરે તોડફોડ કરી મહિલાના પતીના ફોન પર આરોપી વિરુદ્ધ ફરીયાદ નહી કરવા સારૂ ગર્ભીત ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર મહિલાએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ હળવદ જોગણી માતાજીના મંદિર સામે રહેતા રેખાબેન કિરણભાઈ વાજેલીયા ઉ.વ.૨૦ એ આરોપી રાયબ ઉર્ફે મોલુ રમઝાનભાઈ ભટ્ટી રહે. હળવદ જોગણી માતાજીના મંદિર સામે તથા અજાણ્યા શખ્સ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૫-૧૧-૨૦૨૩ ના રોજ સાંજના સાડા છ વાગ્યાના અરસામાં આરોપીએ ફરીયાદી પાસે બાઇક માંગતા ફરીયાદીએ બાઇક નહી આપતા આરોપીને સારૂ નહી લાગતા ફરીયાદીને ભુંડા બોલી ગાળો આપી અને બાદ લાકડાના ધોકા વતી ફરીયાદી તથા સાહેદના ઘરે તોડફોડ કરી નુકશાન કરી તથા ફરીયાદીને ગાળો આપી મોરારભાઇને લાકડાના ધોકા વતી મુંઢ ઇજા કરી તથા ફરીયાદીના પતિને મોબાઇલમાં આરોપી સામે ફરીયાદ નહી કરવા સારૂ ગર્ભીત ધમકી આપી હોવાની ભોગ બનનાર રેખાબેને આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૫૦૪,૫૦૭, ૪૨૭ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર