Tuesday, September 24, 2024

હળવદના માથક ગામે યુવકને શખ્સે લાકડી વડે ફટકાર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ તાલુકાના માથક ગામે ઉછીના પૈસાની લેતી દેતી બાબતે યુવકને એક શખ્સે લાકડી વડે મારમાર્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માથક ગામે રહેતા નીલેશભાઈ ઉર્ફે નિકો હેમુભાઈ મદ્રેસણીયા (ઉ.વ.૨૬) એ આરોપી પીન્ટુભાઈ અશોકભાઈ બોરાણીયા રહે. માથક ગામ તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૫-૧૧-૨૦૨૩ ના રોજ સાંજના છ વાગ્યાના અરસામાં ફરીયાદી પોતાના ગામના ઝાપા પાસે આવતા ત્યારે આરોપીએ ફરીયાદીને ગાળો આપી ઉછીના પૈસા આપેલ હોય જેની માંગણી કરતા ફરીયાદીએ આરોપીને જણાવેલ કે હું તમારી પાસે પૈસા માંગુ છું તે મને આપી દો એટલે હું તમારા પૈસા આપી દઇશ જેથી આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ગાળો દઇ પોતે લાવેલ લાકડીવડે ફરીયાદીને ડાબા હાથમાં વાંસના ભાગે તેમજ જમણા પગના પંજા ઉપર ઘુટી પાસે ધોકા વતી માર મારેલ તેમજ એક ઘા કપાળ પર મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર નીલેશભાઈએ આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૪,૩૨૩,૫૦૪, ૫૦૬(૨), જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર