મોરબીમાં શનીવારે ભરાતી બજારમાંથી મોબાઈલ ચોરી થયાની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબી રવાપર ઘુનડા રોડ શનિવારે ભરાતી બજારમાંથી યુવકની પત્નીનો મોબાઇલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામ ઉમીયાનગર સોસાયટી કલ્પસેતુ એપાર્ટમેન્ટ બ્લોક નં -૭૦૨ મા રહેતા વિશાલભાઈ મહેશભાઈ ઠોરીયા (ઉ.વ.૩૧) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૪-૧૧-૨૦૨૩ ના રોજ અજાણ્યા ચોર ઈસમએ ફરીયાદી ના પત્ની પુજાબેનના પર્સમાથી OPPO RENO 8 SHIMMER BLACK મોડલ વાળો કિ.રૂ.૧૦,૦૦૦/- વાળો મોબાઇલ કોઇ નજર ચુકવી ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ બનનાર પુજાબેનના પતી વિશાલભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.