મોરબીમાં દિવાળી ટાઈમે જ પાલિકામાં એસીબીનું સફળ છટકું, અધિકારી લાંચ લેતા ઝબ્બે
બહારના જિલ્લાની એસીબી ટીમે ઉઘડતી કચેરીએ જ સફળ છટકું પાર પાડ્યું
મોરબી : મોરબી શહેરમાં દિવાળીના તહેવારોની બોણીની સીઝનમાં જ આજે બહારના જિલ્લાની એસીબીએ ઉઘડતી કચેરીએ જ લાંચનું છટકું સફળ રીતે પાર પાડી મોરબી નગર પાલિકાના લગ્ન નોંધણી વિભાગના અધિકારીને દબોચી લેતા સનસનાટી મચી ગઇ છે.
જાણવા મળતી વિગતો મુજબ આજે મોરબી નગર પાલિકામાં બહારના જિલ્લાની એન્ટી કરપશન બ્યુરોની (એસીબી) ટીમે લાંચનું છટકું ગોઠવી લગ્ન નોંધણી વિભાગના સિનિયર અધિકારીને લાંચ લેતા રંગે હાથ દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા નગરપાલિકા કચેરીમાં સોપો પડી ગયો હતો. જ્યારે એક તરફ મોરબી નગરપાલિકાના હાલ કોઈ પ્રમુખ નથી અને તેમજ હાલ કોઈ કાયમી ચીફ ઓફિસર પણ નથી ત્યાંરે આ પ્રકારની એસીબીની રેડ મોરબી નગરપાલિકા પડતા કચેરીમાં સોંપો પડી ગયો હતો. કેમકે એક તો મોરબી નગર પાલિકા પ્રજાને પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ નિષ્ફળ રહી છે ત્યારે આવુ કલંકિત કાર્ય કરતા અટકતા નથી એક તરફ સરકાર ભ્રષ્ટાચાર મીટાવવા કમર કશી રહી છે ત્યારે આવા અધિકારીઓ રંગ હાથે લાંચ લેતા ઝડપાઇ રહ્યા છે તેમને લાંચ માંગતા જરા પણ સર્મ આવતી નથી.