ટંકારાના ખાખરા ગામે દુકાનમાંથી 20 હજારથી વધુના મતામાલની ચોરી કરી ચોર છનનન..
ટંકારા: ટંકારા તાલુકાના ખાખરા ગામના પાટીયે આવેલ રાજ ચામુંડા હોટેલના પતરા તોડી અંદર ઘુસી ૩૫૦૦ રોકડા તથા ૧૬૫૦૦ થી વધુનો મુદ્દામાલ ચોર કરી લઈ ગયા હોવાનું દુકાનદાર દ્વારા જણાવવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ ગત મોડીરાત્રે કોઈપણ વખતે ટંકારા તાલુકાના ખાખરા ગામના પાટીયે આવેલ રાજ ચામુંડા હોટેલના પતરા તેમજ બારીઓ તોડી ચોર અંદર પ્રવેશ કરી દુકાનમાં રહેલ પીપર, ચોકલેટ, સોપારી, દુધ વગેરે જેવી ચિજ વસ્તુઓ મળી ૧૬૫૦૦ થી વધુના મુદ્દામાલની ચોરી કરી તેમજ દુકાનના થડામા પડેલ રોકડા રૂપિયા ૩૫૦૦ પણ કાઢી ગયા હતા. કુલ મળિ આશરે વિશ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ચોર નાશી ગયા હોવાનું દુકાનદાર હિરાભાઇ કેશુભાઈ રાઠોડે જણાવ્યું હતું. ત્યારે આ ઘટનાથી ટંકારા પોલીસના નાઈટ પેટ્રોલીંગ પર સવાલો ઉભા થથા છે. શું પોલીસ ખરેખર પેટ્રોલિંગ કરતી હશે કે નહી.