મોરબીના ઘુંટુ ગામેથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમ પકડાયો
મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં હરિઓમ સોસાયટીની સામે જાહેરમાં ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં હરિઓમ સોસાયટીની સામે જાહેરમાં આરોપી દર્શનભાઈ ઉર્ફે લાલો કનુભાઈ વરાળીયા (ઉ.વ.૨૮) રહે. હરીઓમ સોસાયટી ઘુંટુ ગામ તા.જી. મોરબીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૩ કિં રૂ.૧૧૨૫ ના મુદ્દામાલ સાથે મળી આવતા મોરબી તાલુકા પોલીસે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ છે.