મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 39 બોટલો સાથે એક ઝડપાયો
મોરબી: મોરબીના વજેપરમા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૩૯ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી વજેપર શેરી નં -૦૪મા રહેતા આરોપી અરવિંદભાઈ દાદુભાઈ બાટી ઉ.વ.૩૨વાળાએ પોતાના રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૩૯ કિં રૂ.૧૩૮૫૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.