મોરબી: મોરબીની સૌપ્રથમ CBSE સ્કુલ OSEM CBSE ખાતે જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી સર ની ઉપસ્થિતી માં સાયબર ક્રાઈમ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે હેતુસર સેમિનાર યોજવા માં આવ્યો હતો. જે અંતર્ગત સાયબર સલામતી અને સુરક્ષા, સાયબર ક્રાઈમ તેમજ તેને લગતા કાયદાઓ, હેકિંગ, સ્પામીંગ, એન્ડ્રોઈડ હેકિંગ, સોશિયલ મિડીયા ના ફાયદા-ગેરફાયદા તેમજ પ્રવર્તમાન સમયે લોકો કેવી રીતે સાયબર ક્રાઈમ તેમજ ફ્રોડ નો શિકાર બની રહ્યા છે, તેનાથી બચવા શું તકેદારી રાખવી વગેરે બાબતો વિશે વિદ્યાર્થીઓને તલસ્પર્શી માહિતી આપવા માં આવી હતી.
આ તકે મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી, એ ડિવિઝન પી.એસ.આઈ. એચ.એ.જાડેજા, સી ટીમ ના એસ.આઈ. પુષ્પાબેન સોનારા, સંસ્થા ના ટ્રસ્ટી શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, પ્રિન્સિપાલ દીપાબેન શર્મા,અંકિતભાઈ માવાણી સહીતના ઉપસ્થિત રહ્યા હતા.
ચૂંટણી સમયે ડિઝાઇન બદલવાની વાતો કરતા કાંતિભાઈ લોકોના કામ કરવામાં ફરી એક વખત ઉણા ઉતર્યા છે
મોરબીના ચકમપર થી જેતપર ગામ જતો મુખ્ય રસ્તાની હાલત છેલ્લા ઘણા સમયથી છે અને ગ્રામજનોને ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે આ બાબતની અનેક વખત રજૂઆતો ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં...
હળવદ તાલુકાના સુખપર ગામ નજીક હાઇવે રોડ ઉપરથી ટ્રક ટ્રેલરમાં માટીની આડમાં છુપાવેલ બિયરના ટીન નંગ-૨૨૫૬ કિ.રૂ.૨,૮૨,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૨૨.૮૭,૦૦૦/- ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી. પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે, અમદાવાદ તરફથી એક ટ્રક ટ્રેલર નંબર-RJ-06-GC-2971 વાળી હળવદ...
હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.
રાજ્યમાં ઠંડીનો માહોલ જામ્યો છે. વિવિધ વિસ્તારના લઘુતમ તાપમાન 15 ડિગ્રીની નીચે રહેતા લોકો શિયાળાનો ચમકારો અનુભવી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં શનિવારે પણ ઠંડીનું મોજુ યથાવત રહ્યું હતું....