મોરબી: વિદેશી દારૂ-બીયરના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો
મોરબી: મોરબીના લખધીરપુર રોડ પર મેટ્રોસીટી સીરામીક કારખાનાની બાજુમાં આવેલ બાવળની કાંટમાંથી વિદેશી દારૂ -બીયરના જથ્થા સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ મોરબીના ઘુંટુ ગામની સીમમાં મેટ્રોસીટી સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા મુકેશ તુલસીરામ ગડીયા (ઉ.વ.૩૦) એ મોરબીના લખધીરપુર રોડ પર મેટ્રોસીટી સીરામીક કારખાનાની બાજુમાં આવેલ બાવળની કાંટમાં ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૦૯ કિં રૂ.૬૩૦૦ બીયર નંગ -૨૦ કિં રૂ .૨૦૦૦ મળી કુલ કિં રૂ.૮૩૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.