મોરબીના કાલીકા પ્લોટમાંથી બે વર્લી ભક્ત ઝડપાયા ; એક ફરાર
મોરબી: મોરબીના કાલીકા પ્લોટ શીવ સોસાયટી પાસે જાહેરમાં વર્લી ફિચરના આંકડાનો લખી જુગાર રમી રમાડતા બે ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના કાલીકા પ્લોટ શીવ સોસાયટી પાસે જાહેરમાં વર્લી ફિચરના આંકડા લખી જુગાર રમી રમાડતા બે ઈસમ સીદીકભાઈ મુસાભાઈ ભટ્ટી (ઉ.વ.૩૫) તથા જમીલભાઈ રહીમભાઈ મોવર (ઉ.વ.૨૨) રહે. બંને શીવ સોસાયટી કાલીકા પ્લોટ મોરબીવાળને રોકડ રકમ રૂ.૧૩૦૦ મુદ્દામાલ સાથે બંને આરોપીઓને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક ઈસમ જાવેદભાઈ નેકમામદભાઈ ભટ્ટી રહે. જોન્સનગર મોરબીવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.