વાંકાનેર: મોબાઇલનો હપ્તો માગતા યુવકને બે શખ્સોએ માર માર્યો
વાંકાનેર: વાંકાનેરમાં યુવકે એક શખ્સને હપ્તે મોબાઈલ લઈ દીધેલ હોય જેનો હપ્તો ભરતા ન હોય જેથી રૂપિયા માગતા શખ્સે સારૂં નહીં લાગતાં જેનો ખાર રાખી બે શખ્સોએ યુવકની કાર રોકી મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે વાકાનેર સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ વડોદરાના રહેવાસી અને હાલ વાંકાનેરમાં રાજકોટ રોડ પર રહેતા હાર્દિકભાઈ વાસાભાઈ સોલંકી (ઉ.વ.૨૭) એ આરોપી જગાભાઈ લક્ષ્મણભાઈ ચાવડા તથા કિશોરભાઈ ધાનાભાઈ ચાવડા રહે. પોરબંદરવાળા વિરુદ્ધ વાકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૮-૧૦-૨૦૨૩ ના રોજ રાત્રીના દોઢેક વાગ્યા વખતે ફરીયાદીએ આરોપી કિશોરભાઈને મોબાઇલ ફોન હપ્તેથી લઇ દીધેલ હોય જેનો હપ્તો ભરતા ન હોય જેથી રૂપીયા માગતા જે સારૂ નહીં લાગતા જેનો ખાર રાખી આરોપી જગાભાઈએ ફોન કરી ફરીયાદીને બનાવવાળી જગ્યાએ બોલાવી ફરીયાદીને જેમ ફાવે તેમ ભુંડા બોલી ગાળો આપી લાકડી વતી શરીરે માર મારી મૂઢ ઇજા કરી અને આરોપી કિશોરભાઈએ પાછળથી પકડી રાખી તેમજ આરોપીઓએ તેઓની કાર રજી.નં-GJ-11-CL-0032 વાળી થી ફરીયાદીની કાર રોકાવી આરોપી જગાભાઈએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાથી ભોગ બનનાર હાર્દિકભાઈએ આરોપીઓ વિરુદ્ધ વાકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.