Sunday, December 22, 2024

લતીપર નજીક કારખાનામાથી 25 મોટરની ચોરી કરનાર ત્રણ ઈસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: દિવાળી પર્વ અનુસંધાને પેટ્રોલીંગ દરમ્યાન ચોરી કરતા ઇસમને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન આગામી દિવાળી પર્વ અનુસંધાને પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલને ખાનગી રાહે બાતમી મળેલ કે, ત્રણ ઇસમો વાંકાનેર મોરબી નેશનલ હાઇવે રોડ જાંબુડીયા ગામ આરટીઓ ઓફીસની સામે રોડ ઉપર શંકાસ્પદ રીતે આટા ફેરા કરતો હોય જેથી બાતમીવાળી જગ્યાએ જતા ત્યા બે ઇસમમો ઉભા હોય જેઓને હજરી બાબતે યુક્તી પ્રયુક્તીથી પુછપરછ કરતા પોતે ટંકારાના લતીપાર ગામથી આશરે પાંચ સાત કિ.મી. દૂર એક બંધ કારખાનામાથી મોટર નંગ-૨૫ ની ચોરી કરેલ હોવાની કબુલાત આપતા હોય જેથી તેમની પાસે નાની મોટી પંદર મોટર મળી આવેલ હોય જેની કુલ કિ.રૂ. ૮૭,૦૦૦/- તથા બે મોબાઇલ કિ.રૂ.૭૫૦૦/- ગણી કુલ્લે કિ.રૂ. ૯૪૫૦૦/- નો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી આરોપી જાવીદભાઇ સલીમભાઇ સૈયદ ઉ.વ.૨૦ રહે વાંકાનેર દાતાપીરની દરગાહ પાસે જી મોરબી, આસીફભાઇ ઇબ્રાહીમ કેંડા ઉ.વ.૨૬ રહે વાંકનેર વેલનાથપરા ભારત ઓઇલ મીલ પાછળ જી-મોરબી, અખ્તરભાઇ આદમભાઇ મકરાણી ઉ.વ.૨૦ રહે વાંકાનેર પેડક દિગવિજયનગર જી મોરબીવાળાની સી.આર.પી.સી. કલમ ૪૧(૧) ડી મુજબ અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર