Saturday, October 19, 2024

મોરબીનાં ઘુંટુ ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

તા.૧૪ થી ૨૦ નવેમ્બર સુધી રામેશ્વરબાપુ હરીયાણી કથાનું રસપાન કરાવશે

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે પિતૃઓના મોક્ષાર્થે અને સ્વ. નરભેરામભાઈ મોહનભાઈ ધોરીયાણીની સ્મૃતિમાં ધોરીયાણી પરીવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ઘુંટુ ગામે હરીનગરમાં પિતૃઓના મોક્ષાર્થે અને સ્વ. નરભેરામભાઈ મોહનભાઈ ધોરીયાણીની પ્રસન્તાર્થે તા.૧૪-૧૧-૨૦૨૩, મંગળવારથી તા. ૨૦-૧૧-૨૦૨૩, સોમવાર સુધી દરરોજ રાત્રે ૦૮:૦૦ થી ૧૨:૦૦ કલાકે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભાગવત સપ્તાહમાં વક્તા તરીકે પ. પૂ. રામેશ્વરબાપુ હરીયાણી વ્યાસાસને બિરાજીને કથાનું રસપાન કરાવશે. આ સપ્તાહમાં સંતો-મહંતો આશીર્વચન આપવા પધારશે અને સપ્તાહમાં શ્રી રામ જન્મોત્સવ, શ્રી કૃષ્ણ જન્મોત્સવ અને રૂક્ષ્મણી વિવાહ સહિતના પાવન પ્રસંગો ઉજવવામાં આવશે તો આ પ્રસંગે કથામૃતનું રસપાન કરવા પધારવા ધર્મપ્રેમી જનતાને આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર