Monday, October 21, 2024

હળવદ ટીકર ચોકડી નજીક લુખ્ખાઓ બન્યા બેફામ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદના ટીકર (રણ) ગામે ટીકર ચોકડી પાસે યુવકની દુકાન બહાર એક શખ્સે આવી યુવક પાસે ઉછીના પૈસા માંગેલ યુવકે પૈસા આપવાની ના પાડતાં શખ્સ દુકાને આવી યુવક તથા સાહેદો સાથે ઝપાઝપી કરી દુકાનમાં નુકસાન કરી આતંક મચાવી યુવકના પરિવારજનોને પરિણામ ભોગવવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના અજીતગઢ ગામે રહેતા હરેશભાઈ પ્રેમજીભાઈ અગોલા (ઉ.વ.૩૭) એ આરોપી જયેશભાઇ હરીભાઇ ડાંગર રહે. અજીતગઢ તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૩-૧૧-૨૦૨૩ ના રોજ સવારના દશેક વાગ્યાથી સાંજના પોણા છ દરમ્યાન અલગ અલગ સમય દરમ્યાન આરોપી ફરીયાદીની દુકાન પાસે આવી ઉછીના પૈસા માંગેલ અને પૈસા ન આપતા જતા રહેલ ફરીવાર આરોપી ફરીયાદીની દુકાન પાસે આવેલ બોલાચાલી કરી રાજેશભાઇએ સમજાવતા એકદમ ઉશકેરાય જઇ દુકાના પાઇપ તથા કાચના બોક્સને નુકશાન કરેલ બાદ ફરીયાદીને ફોન કરી જણાવેલ કે દુકાને આવુ છુ. જયલો કોણ છે તે બતાવીદવુ તેમ બોલી ધમકી આપેલ અને થોડીવારમાં આરોપી દુકાન પાસે આવી સાહેદ સાથે જપા જપી કરી પાઇપથી ભુંદરભાઇને ડાબા હાથના અગુંઠામાં મારી ફેકચરની ઇજા કરી જતો રહેલ અને રાત્રીના ફરીયાદીને ફોન કરી દુકાને આવ તને તથા તારા પરીવારને જોઇ લેવા છે. બધાય પરીણામ ભોંગવા તૈયાર રહેજો તેમ ધમકી આપી હોવાથી ભોગ બનનાર હરેશભાઈએ આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર