Monday, October 21, 2024

મોરબીની બિલિયા શાળામાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની સમજ માટે વાલી મિટીંગ યોજાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

બિલિયા શાળામાં સરકાર દ્વારા લેવાતી કોમન એન્ટ્રસ ટેસ્ટ જેવી સ્પર્ધાત્મક એક્ઝામ અંગે વાલીઓને જાગૃત કરાયા

મોરબી,પ્રવર્તમાન સમય એટલે શિક્ષણનો યુગ એમાંય શિક્ષણક્ષેત્રે પ્રથમીકથી માંડી ઉચ્ચ શિક્ષણ સુધી અનેકવિધ સ્પર્ધાત્મક પરિક્ષાઓનું આયોજન થતું હોય છે,આ પરીક્ષાઓથી વિદ્યાર્થીઓ માટે સફળતાની અનેક તકો પ્રાપ્ત થતી હોય છે,પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનસાધના,જ્ઞાનશક્તિ,જ્ઞાનસેતુ જવાહર નવોદય વિદ્યાલય, પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા, NMMS નેશનલ મિન્સ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા,ચિત્રકામ પરીક્ષા,જેવી પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થઈ મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓ ખાસ કરીને જ્ઞાનશક્તિ રેસિડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સીલન્સ 15 જેટલી શાળાઓ છે,ધો.1 થી 5 સરકારી શાળામાં અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે ભણવા, રહેવા,જમવાનો ખર્ચ સરકાર ચૂકવશે, ત્રણ જેટલી રક્ષાશક્તિ સ્કૂલોમાં પણ આ બાળકોને પ્રવેશ અપાશે, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજનામાં મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓ જો લિસ્ટ મુજબની ખાનગી શાળામાં પ્રવેશ પ્રાપ્ત કરશે તો રૂપિયા વિસ હજાર અને સરકારી શાળામાં જ પ્રવેશ મેળવશે તો વિદ્યાર્થીઓને 5000 પાંચ હજાર અને શાળાને 2000 બે હજાર રૂપિયા ફાળવવામાં આવશે.વગેરે બાબતોની સમજ કિરણભાઈ કાચરોલા શાળાના આચાર્ય અને મોરબી જિલ્લા મહાસંઘના મંત્રીએ ઉપસ્થિત વાલીઓને આપી હતી. વાલીઓએ પણ મુંઝવતા પ્રશ્નો પૂછીને વિસ્તૃત માર્ગદર્શન મેળવ્યું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર