ફરી એકવાર, દેશમાં કોરોનાના કેસ સક્રિય થવા લાગ્યા છે. છેલ્લા સાત દિવસથી દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આને કારણે કોરોના ચેપની ગતિ ઝડપી થઈ છે. તેનાથી ફરી એકવાર કોરોનાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર, દેશમાં ફરીથી કોરોના વાયરસના સક્રિય કેસોમાં વધારો થયો છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં ફરી એકવાર 14 હજાર નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસોમાં અચાનક ઉછાળો આવ્યો છે. આને કારણે મહારાષ્ટ્રમાં ફરી એકવાર લોકડાઉન આવી શકે છે. છેલ્લા એક દિવસમાં મહારાષ્ટ્રમાં લગભગ સાત હજાર નવા કેસ નોંધાયા છે, જેનાથી સરકારની ચિંતા વધી ગઈ છે. મહારાષ્ટ્રમાં રવિવારે કોરોના કેસની સંખ્યા 7,૦૦૦ પહોંચી ગઈ હતી અને એકલા મુંબઈમાં તે એક હજારની નજીક પહોંચી ગઈ હતી.મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, આગામી આઠ દિવસ નક્કી કરશે કે રાજ્યમાં લોકડાઉન લાગુ કરવામાં આવશે કે કેમ. વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્યના અમરાવતી જિલ્લામાં આજથી એક અઠવાડિયા માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. પુણેમાં શાળાઓ, કોલેજો અને કોચિંગ સંસ્થાઓને પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની માહિતી અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ચેપના 14,199 નવા કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન 83 લોકોનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કોરોના વાયરસના કુલ 10 કરોડ 5 હજાર 850 કેસ નોંધાયા છે. જો કે, આમાંથી 1 કરોડ 6 લાખ 99 હજાર 410 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સૌથી મોટી ચિંતા કોરોનાના સક્રિય કેસોમાં થયેલ વધારો છે, જે 1 લાખ 50 હજાર 55 છે. ભારતમાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 1 લાખ 56 હજાર 385 લોકોનાં મોત નીપજ્યાં છે.