મોરબીના ગુંગણ ગામ નો ચુંવાળીયા કોળી સમાજનો યુવાન આર્મીની ટ્રેનિંગ પૂરી કરી વતન આવતા સન્માન કરાયું
દેશના સીમાડા સુરક્ષિત રહે માં ભોમની રક્ષા કરવા મોરબી જિલ્લાના નાના એવા ગામ ગુંગણ નો યુવાન આર્મી કેમ્પમાં જોડાઈ સફળતાપૂર્વક ટ્રેનિંગ પૂરી કરી ગામ તથા ચુંવાળીયા કોળી સમાજનું નામ રોશન કર્યું છે
મોરબી જિલ્લાનું નાનું એવું ગામ માં રહેતા બળદેવભાઈ સાતોલા જે ખેત મજૂરી કરીને પોતાના દીકરા રવિભાઈ સાતોલાને માં ભારતીની રક્ષા કરવા માટે આર્મી કેમ્પમાં જોડાયેલ રવિ સાતોલા એ પણ પોતાની મહેનત અને ધગશ થી સફળતાપૂર્વક આર્મી ટ્રેનિંગ પૂરી કરી ને માદરે વતન ગુંગણ ગામે પરત આવતા સમાજના આગેવાનો તેમજ ગામ લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું આ પ્રસંગે યુવાનો અને વિદ્યાર્થીઓ માટે ઉત્સાહ અને પ્રેરણા મળે તે માટે ગુંગણ ગામના શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપી સૌ યુવાનોને શિક્ષણમાં પ્રયત્નશીલ રહે અને મહેનત કરી અને આગળ વધે અને પોતાના ગામ અને તાલુકા જિલ્લા નું નામ દેશભરમાં રોશન થાય તેવી શુભેચ્છા સહ સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગમાં પ્રદેશ સહ મંત્રી ચુંવાળીયા કોળી સમાજના આગેવાન જગદીશભાઈ બાંભણિયા, ધનજીભાઈ સંખેશરીયા, નવઘણભાઈ સાતોલા, ગોપાલભાઈ સીતાપરા, એ ગામ જિલ્લા તથા ચુંવાળીયા કોળી સમાજનું ગૌરવ વધારવા બદલ ખુબ અભિનંદન પાઠવ્યા હતા