Thursday, November 28, 2024

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં SITની ટીમે કોર્ટમાં રિપોર્ટ રજુ કર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં 135 લોકોનાં મોત થયા હતા

આ બ્રિજ દુર્ઘટના કેસમાં SITની ટીમે પોતાનો તપાસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો. બ્રિજ દુર્ઘટના સમયે સરકારે SITનું ગઠન કર્યું હતું. SITની ટીમે 5 હજાર પાનાનો તપાસ અહેવાલ રજૂ કર્યો હતો. પહેલા પણ આંતરિક તપાસ રિપોર્ટમાં પણ મહત્વના ખુલાસા થયા હતા.

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં SITની ટીમે પોતાનો તપાસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો. બ્રિજ દુર્ઘટના સમયે સરકારે SITનું ગઠન કર્યું હતું. SITની ટીમે 5 હજાર પાનાનો તપાસ અહેવાલ રજૂ કર્યો હતો. પહેલા પણ આંતરિક તપાસ રિપોર્ટમાં પણ મહત્વના ખુલાસા થયા હતા.

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી હોવાનું SIT રિપોર્ટમાં સામે આવ્યું છે. આ દુર્ઘટના માટે બ્રિજનું સંચાલન અને સમારકામ કરનાર ઓરેવા કંપનીનાં તમામ લોકો જવાબદાર હોવાનું SIT રિપોર્ટમાં દર્શાવામાં આવ્યું છે. આ દુર્ઘટના માટે MD, મેનેજર દિનેશ દવે, મેનેજર દિપક પારેખ સહિતના લોકો જવાબદાર હોવાનું SITના રિપોર્ટમાં ખુલાસો થયો છે.

બ્રિજ પર જવા માટે નિર્ધારિત સંખ્યા પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ અથવા રોકની વ્યવસ્થા કરવામાં આવી નહોતી, જ્યારે બ્રિજ ખોલતા પેહલા કોઈપણ ફિટનેસ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો નહતો. ઓરેવા કંપનીએ નગરપાલિકાને પણ કન્સલ્ટ નહોતું કર્યું અને ટિકિટ વેચાણ પર પણ કોઈપણ પ્રકારનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો નહતો. બ્રિજ પર સુરક્ષાના સાધનો અને સુરક્ષા કર્મીઓનો પણ અભાવ હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દુર્ઘટના મામલે ઓરેવા કંપનીની ગંભીર પ્રકારની ટેકનીકલ અને ઓપરેશનલ ખામીઓ હતી હોવાનું પણ રિપોર્ટમાં દર્શાવામાં આવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર