Wednesday, November 27, 2024

વાઇબ્રન્ટ મોરબી:વાંકાનેર થી થાન રોડ અતિ બિસ્માર હાલતમાં તાત્કાલિકનાં ધોરણે રીપેર કરવા માંગ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આમ તો સરકાર વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબીનાં દિવા સપનાઓ બતાવી વાહ વાહ ખૂબ લૂંટી રહી છે પણ હકીકતમાં મોરબી નાં લગભગ ઉદ્યોગોના મોટા ભાગના રોડ અત્યંત ખરાબ હાલતમાં છે ખાસ વાત કરીએ તો વાંકાનેર થી થાન જતા રોડ ની હાલત અત્યંત ખરાબ છે

વાકાનેર થી થાન રોડ પર ૨૦ થી વધુ ગામ આવેલ છે તેમજ અનેક સિરામિક અને સેનેટ્રી વેરનાં કારખાનાઓ આવેધ છે ત્યારે આ રોડ પર આવતા ગામના સંરપંચો દ્વારા કલેકટર, મામલતદાર તેમજ રાજ્ય સરકારને અનેક વખત રજૂઆતો કરવા છતાં રોડની સ્થિતીમા કોઈપણ જાતનો સુધાર આવ્યો નથી આજ પણ આ રોડ બિસ્માર હાલતમાં જ છે.

મળતી માહિતી મુજબ વાકાનેર થી થાન રોડ પર આવેલ વીશ ગામ આવેલ છે જે પૈકી આઠ થી દશ ગામના સંરપંચો દ્વારા વાકાનેર થી થાન જવાનો રોડ રીપેરીંગ કરવા માટે કલેકટર , મામલતદાર તેમજ રાજ્ય સરકારને અનેક વખત રજૂઆતો કરી છે તેમ છતા આ રોડ ને રીપેરીંગ કરવામાં આવ્યો નથી. વાંકાનેર થી થાન રોડ છેલ્લા બે વર્ષથી બિસ્માર હાલતમાં છે ખરાબ રોડના કારણે અનેક વખતે અકસ્માતો સર્જાય છે. તેમજ આ રોડ પર ઘણા બધા સિરામિકના કારખાનાઓ આવેલ છે જેની સવાર સાંજ ૫૦૦ થી વધુ ગાડીઓ અવર જવર કરે છે તેમજ અન્ય હેવી લોડીંગ વાહનો પણ ચાલતા હોય છે જેથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. અને ખરાબ રોડ અને ટ્રાફિકના કારણે આ રાડ પર આવતા ગામના લોકો ક્યારેક બીમાર હોય તો સમયસર હોસ્પિટલે પણ પહોંચી શકતા નથી.

સરકાર કામ કરવા બેઠી છે કે જીવ લેવા તે લોકોને સમજાતું નથી અનેક વખત રજૂઆતો કરવા છતાં સરકારના પેટનું પાણી પણ હલતું નથી. રોડ રીપેર કરવાનુ આઘુ રહ્યું પરંતુ રોડ પર ખાડાઓ બરી તેનું સમારકામ પણ કરતા નથી. જ્યારે ચુંટણી હોય ત્યારે જનતાની પરવાહ કરતા નેતાઓ અને સરકાર કેટલી લાપરવાહ છે તે તમે આ રોડની હાલત પરથી જોઈ શકો છો.

આ રોડ પર નાં ઉદ્યોગપતિઓ ને ફેકટરી આવવા જવામાં ખૂબ મુશ્કેલીઓ પડી થી છે જો સરકાર આ ઉદ્યોગપતિઓ અને લોકોની મુશ્કેલી દૂર કરે અને પ્રાથમિક સુવિધાઓ આપે તો અને તોજ આવા વાઇબ્રન્ટ ગુજરાત મોરબી મોરબીનો ખરો અર્થ રહેશે નહીતો ફકત તાયફાઓ બની ને રહેશે તેવી એક ઉદ્યોગપતિએ ચક્રવાત ન્યુઝ ને વાત કરી હતી

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર