તાલુકા કક્ષાનાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં કુંતાસી પ્રાથમિક શાળાની કૃતિ પ્રથમ ક્રમાંકે પસંદ
બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે અને રોજબરોજની સમસ્યાઓનો પોતાનામાં રહેલ આગવી સૂઝથી ઉકેલ મેળવતા થાય તે માટે દર વર્ષે જીસીઈઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનાં સહયોગથી બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવે છે.જેમાં ચાલુ વર્ષે માળીયા તાલુકાની કુંતાસી પ્રાથમિક શાળાની કૃતિ સાઈન લેન્ગવેજ સીઆરસી કક્ષાએ પ્રથમ આવ્યાં બાદ તાલુકા કક્ષાએ પણ પ્રથમ ક્રમાંક મેળવી જિલ્લા કક્ષાનાં પ્રદર્શન માટે પસંદગી પામી છે.
કુંતાસી પ્રાથમિક શાળાનાં વિધાર્થીઓ પ્રાચી,હેત,ઉર્વીશાબા,એકતા અને કૃતિકા તેમજ તેમનાં માર્ગદર્શક શિક્ષક બેચરભાઈ ગોધાણી દ્રારા વિવિધ ભાષાઓ અને ગણિતને સાંકેતિક ભાષા દ્રારા કઈ રીતે સરળતાથી શીખવી શકાય તે પ્રેક્ટિકલ ડેમો દ્રારા મુલાકાતીઓને સમજાવવામાં આવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કુંતાસી શાળાનો આ પ્રોજેક્ટ ગત માસના જીવન શિક્ષણ મેગેજીનમાં પણ પ્રકાશીત થઈ ચુક્યો છે.