વાંકાનેર તાલુકાના મહિકા ગામથી કાનપર ગામને જોડતા અને લાંબા સમયથી ખખડધજ હાલતમાં ફેરવાયેલા આ રોડના નવિનીકરણનું કામ આશરે ચારેક માસ પહેલા શરૂ કરવામાં આવ્યું હતું. જે કામ આજે ચાર મહિના બાદ પણ અધુરૂ હોય બાબતે ગામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે જેથી ઝડપથી આ અધુરૂં કામ પુરુ કરવામાં આવે તેવી ગામના નાગરિકોમાં માંગ ઉઠી છે…
ચાર માસથી ચાલતા આ રોડના નવિનીકરણના કામથી ઢાળમાં વાહનો ચલાવવા મુશ્કેલ બનતા હોય જેથી ગામના નાગરિકોને બાઇપાસ આટો ફરીને જવું પડે છે. આ સાથે જ આ રોડ પર બનાવવામાં આવેલ કોઝવે પર હાલ ભારે વાહનો ચાલતા હોય જેથી તેના પર સિમેન્ટ-કોંક્રિટનુ મજબૂત કામ કરવામાં આવે જેથી કોઝવેની મજબૂતાઇ વધે અને ગામના નાગરિકોને થોડા સમય બાદ હાલાકી ન ભોગવવી પડે. બાબતે તાત્કાલિક ઘટતા પગલાં લેવા ગામના નાગરિકોમાં માંગ ઉઠી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….
https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi