વિશાળ પોથીયાત્રા સાથે શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નો શુભારંભ
ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, પી.એસ.આઈ.ઠક્કર શ્રી લોહાણા મહાજન-મોરબી, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબી, શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી, રઘુવંશી ક્રાંતિ મંચ, શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબી, શ્રી રામધામ-જાલીડા, સમસ્ત પોપટ પરિવાર, શ્રી રઘુવંશી મહિલા મંડળ, શ્રી રઘુવંશી યુવક મંડળ-ટંકારા, શ્રી દરિયાલાલ મંદીર જીર્ણોધ્ધાર સમિતી, શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ, શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહિલા મંડળ સહીત ની સંસ્થા ના અગ્રણીઓ બહોળી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા તા.૮-૧૦-૨૦૨૩ રવિવાર ભાદરવા વદ નોમ થી તા.૧૪-૧૦-૨૦૨૩ શનિવાર ભાદરવા વદ અમાસ દરમિયાન સર્વ પિતૃ મોક્ષાર્થે ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ શ્રી જલારામ પ્રાર્થના મંદિર-અયોધ્યાપુરી રોડ ખાતે અનેરૂ આયોજન કરવા મા આવેલ છે જેમા વ્યાસાસને બાળવિદુષી સંત પ.પૂ. રત્નેશ્વરી બેન (ગુરૂ ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ) પોતાના મુખારવિંદે થી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ રસપાન કરાવી રહ્યા છે ત્યારે વિશાળ પોથીયાત્રા તા-૮-૧૦-૨૦૨૩ રવિવાર ભાદરવા વદ નોમ ના રોજ શ્રી દરિયાલાલ મંદીર-બજાર લાઈન મોરબી થી નીકળી હતી જેમા બહોળી સંખ્યા મા ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. પોથી યાત્રા શહેર ના રાજમાર્ગો પર ફરી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે પવિત્ર પોથીજી ની પધારમણી થઈ હતી તેમજ શ્રીમદ્ ભાગવત સપ્તાહ નો મંગલ પ્રારંભ થયો હતો.
શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ દરમિયાન આવતા વિવિધ ધાર્મિક પ્રસંગો તેમજ ઉત્સવો જેવા કે પરિક્ષીત રાજા નો જન્મ, શુકદેવજી મહારાજ નુ આગમન, વરાહ અવતાર, કપિલ અવતાર, નૃસિંહ અવતાર, વામન અવતાર, શ્રી રામ જન્મોત્સવ, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, ગીરીરાજ ઉત્સવ, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર, પરિક્ષીત રાજા નો મોક્ષ સહીત ના પ્રસંગો ભક્તિભાવપૂર્વક ધામ-ધૂમ થી ઉજવવા મા આવશે. શ્રીમદ્ ભાગવત સપ્તાહ નુ રસપાન દરરોજ બપોરે ૩ થી ૭ કલાક દરમિયાન યોજાશે તેમજ દરરોજ કથા વિરામ થયા બાદ દરેક શ્રોતાઓ તેમજ ભાવિક ભક્તજનો માટે મહાપ્રસાદ સાંજે ૭ કલાકે યોજાશે. શહેરની દરેક ધર્મપ્રેમી જનતા ને કથા શ્રવણ કરવા તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરવા સંસ્થા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.
વધુ માહિતી માટે શ્રી જલારામ મંદિર-મોરબી ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી- મો. ૯૮૨૫૦૮૨૪૬૮ તથા અનિલભાઈ સોમૈયા- મો.૮૫૧૧૦૬૦૦૬૬ નો સંપર્ક કરવા જલારામ મંદિર મહીલા મંડળે યાદીમા જણાવ્યુ છે.
યંગ ઇન્ડિયા ગ્રુપ તથા શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા પશુધન અને પર્યાવરણનું જતન કરવાનો સંકલ્પ કરાયો
મોરબી : મોરબીમાં સામાજિક જાગૃતિ માટે સતત સક્રિય રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપ તથા શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા ગૌમાતાનું પૂજન અને વૃક્ષારોપણ કરી માલધારી દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમજ વિશ્વ માલધારી દિવસ નિમિત્તે...
મોરબી જિલ્લા આરટીઓ કચેરીમાં તારીખ ૦૧/૦૭/૧૯૮૯ થી એજન્ટ પ્રથા અમલમાં નથી. જો કે કોઈકવાર બિન અધિકૃત ઈસમો દ્વારા અત્રેની કચેરીના કમ્પાઉન્ડમાં લેભાગુ પ્રવૃતિઓ આચરવામાં આવે છે. આવી પ્રવૃત્તિઓ રોકવા, લોકોના નાણાંનો ખોટી રીતે વ્યય ન થાય, સરકારના નિયમોનું વ્યવસ્થિત પાલન થાય અને કચેરીની કામગીરી ઝડપથી આગળ વધે તે માટે...
જામનગરના જોડીયામાં આવેલા મોટીવાસમાં રહેતો યુવા પાંચ દિવસ પૂર્વે બપોરના અરસામા પેટ્રોલ પુરાવીને ઘરે જઈ રહ્યો હતો. ત્યારે માળિયા મીયાણા પાસે અજાણ્યા કારચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવકે સારવારમાં દમ તોડતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત...