મોરબી તાલુકાના રાજપર ગામે નિરાધાર ગૌ માતાના લાભાર્થે શ્રી રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પૃથ્વીરાજ ચૌહાણનુ નાટકનું આયોજન કરવામાં આવ્યું છે. રાજપર ગામે પૃથ્વીરાજ ચૌહાણ મહાન ઐતિહાસિક નાટક તારીખ -૧૬-૧૦-૨૦૨૩ ને સોમવારના રોજ સમય રાત્રી ૯:૩૦ કલાકે રાજપર ગામ ખાતે નાટક ભજવાશે.
તેમજ ખાસ કોમેડી શો નું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રખ્યાત કોમેડીયન ધનસુખ ભંડેરી ઉર્ફે વિજુડી તથા રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો લોકોને પેટ પકડાવીને હસાવશે.
તેથી ધર્મના આ મહાન કાર્યમાં સહભાગી થવા સૌ ગૌ- ભક્ત -દિલેર દાતાઓને સહભાગી થવા પધારવા સમસ્ત રાજપર ગામ તેમજ રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પાર્કિંગ વ્યવસ્થા પટેલ સમાજવાડી રાજપર ખાતે રાખેલ છે.
હળવદ અને વાંકાનેર પાલિકાની તથા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીના નક્કી થયેલ ભાજપના ઉમેદવારોનુ લિસ્ટ જાહેર
મોરબી: ફેબ્રુઆરી-૨૦૨૫માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય, મધ્યસત્ર તેમજ પેટા ચૂંટણી સંદર્ભે ઉમેદવાર નક્કી કરવા તેમજ ચર્ચા હેતુ મળેલ પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં મોરબી જીલ્લાની હળવદ નગરપાલિકાની સામાન્ય અને વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી સહિત તાલુકા પંચાયત...
મોરબી જીલ્લો જાણે મીની બીહાર બનતો હોય તેવી હાલ પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે. આવાર તત્વોને પોલીસનો ડર ના હોય તેમ હથીયાર સાથે રાખી ફરી રહ્યા છે ત્યારે મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાંથી જામગરી બંદુક સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ...